Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 339
________________ વગેરે પ્રિય વસ્તુઓ અને ઝેર, મલીનતા, મન, વગેરે અપ્રિય વસ્તુઓ એ તમામ પુદગળને જ ઠાઠ છે. ક્ષણેક્ષણે પુદગળનું રૂપાંતર થયાંજ કરે છે અને તે રૂપાંતર પ્રમાણે જુની પ્રવૃત્તિમાં ફેર પડે છે. જેની પ્રવૃત્તિમાં રાગ દ્વેષ રૂપી ચકમક એટલે ખટપટી ભાવ આવતાં, જીવ તેવાં પુગળનું આકર્ષણ કરી ભારે થાય છે. એમ ભારે બનવાથી ઊંચામાં ઊંચી જે મેક્ષ ગતિ છે, ત્યાં જીવ પહોંચી શકતે નથી. સંસારમાં રખડવાનું આ કારણ અનાદિ અનંત છે. આ બધી જંજાળ અને વિકારી દશા પુદગબોની પ્રવૃત્તિને લીધે થાય છે. એ પુદગળિક ઠાઠમાં લીન થવાથી ઉત્તમને નિર્મલ ચેતન આજપર્યંત દુઃખી થયે, તેમજ વિકાર પામે એવું નિશ્ચયાત્મક જ્ઞાન શુકલધ્યાનીને થાય છે. એ જ્ઞાનથી સર્વ પુગળે ઉપરથી રાગદ્વેષ જતું રહે છે, અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ થાય છે, અને માલુમ પડે છે કે મારે આત્મ ગુણ તે અખંડ છે, અવિનાશી છે, સદા એક રૂપમાં રહેનાર, સચેતન, અગુરૂ લઘુ, સાગ વિગ વગરને, અને અનાદિથી નિજ સ્વરૂપમાં રમણ કરનાર છે. પરગુણેથી (પુદુગળિક રચનાના સ્વભાવથી) ઢંકાચેલે હોવાથી આટલા દિવસ આત્મા એ કેવી ઉત્તમ ચીજ છે, તેની કાંઈ પણ ઓળખાણ થઈ નહિ. પણ હાલ એ પુદગળેથી ઉલટી શકિત ધારણ કરનારા એવા આત્મિક ગુણને જેગ થવાથી નિજગુણ પ્રગટે છે. વાયુના જેગથી વાદળાં વિખરાઈ જાય છે અને તરતજ સૂર્યને પ્રકાશ પ્રગટે છે, તેમજ પુગળની પલટતી દશારૂપ વાદળાં વૈરાગ્ય રૂપી પવનથી દૂર થતાં અનંત જ્ઞાન રૂપ તિના સૂર્યને અરૂણોદય થાય છે, અને એ અરૂણેદથી થયે એટલે પૂર્ણ પ્રકાશ થવાને દ્રઢ નિશ્ચય પણ થયે. એથી કાળાંતરે સર્વ પુદગળના પરિચયથી મારે આત્મા દૂર થશે, સત્ય, ચિત અને આનંદવાળું સ્વરૂપ પ્રગટશે અને ત્યારેજ હું નિરામય, 'નિત્ય, અને અચળ સુખને જોક્તા બનીશ.

Loading...

Page Navigation
1 ... 337 338 339 340 341 342 343 344