Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 333
________________ ૩૦૦ પ્રથમ પત્ર–અપાયાનુપ્રેક્ષા.' ૧) અપાયાનપેક્ષા–સંસારમાં જન્મ મરણ કરતા જીને (૧) મિથ્યાત્વ, (૨) અવત, (૩) પ્રમાદ, (૪) કષાય, (૫) યોગ એ પાંચ અતિ દુઃખદાયી છે. (૧) અત્યંતરમાં, નિજ આત્માની વીતરાગરૂપ દશાના અનુભવથી વિપરીત રૂચિ તેમાં તથા બાહ્યમાં શુદ્ધ આત્મતત્ત્વથી - માંડીને પરસંબંધી સંપૂર્ણ દ્રવ્યમાં જે વિપરીત આગ્રહ તેને મિથ્યાત્વ કહે છે. (૨) અત્યંતરમાં, આત્મા પરમાત્માના રૂપની ભાવનાથી ઉત્પન્ન થયેલ પરમસૂત્રરૂપ અમૃતભોજન ખાવાની રૂચિને બદલાવે છે, અને બાહ્યમાં, વ્રત વગેરે ધારણ ન કરવાની જે પ્રવૃત્તિ થાય તેને અવત કહે છે. (૩) અત્યંતરમાં, પ્રમાદ રહિત જે શુદ્ધ આત્મા છે, તેના આનંદમય અનુભવથી ફેરવવાની જે પ્રવૃત્તિ તથા બાહ્ય માં, મૂળ અને ઉત્તમ ગુણે છે તેમાં અતિચાર ઉત્પન્ન કરાવનાર તેને પ્રમાદ કહે છે. (૪) અત્યંતરમાં, કેવળજ્ઞાન વગેરે મહાન અનતગુણે સ્વાભાવિક રીતે ધારણ કરનાર અને પરમ ઉપશમ મૂર્તિ રૂપ જે નિજ આત્મા તેને તેના પરમાત્મસ્વરૂપમાં આકુળ વ્યકુળતા કરાવનાર તથા બાહ્યમાં, સાંસારિક વિષયેના સંબધથી કરતા વગેરે ધાદિ જુસ્સા તેને કષાય કહે છે. (૫) નિશ્ચયમાં અકિય આત્મા છે તેને તથા વ્યવહારથી વન્તરાય કર્મના ક્ષયશમ થતાં ઉત્પન્ન થયેલ જે મન, વચન કાયાની પુગળ વગણ, તેનું અવલંબન કરનારાં કર્મોને ગ્રહણ કરવામાં કારણે રૂપ એવા આત્માના પ્રદેશનું ચલન વલન તેને ગ કહે છે. આ પાંચ આસવ અનાદિ કાળથી દરેક સંસારીના આત્મામાં સ્થિતિ રૂપે અને ક્રિયારૂપે રહેલ છે. એ આસવથી જ આત્માને આ સંસારમાં જન્મ મરણની અસર ભેગવવી પડે છે. શુક્લ ધ્યાનીએ પાંચે આસવ સ્વાભાવિક રીતે નાશ કર્યા હેવાથી તેના બદલામાં (૧) ક્ષાવિકસમ્યકત્વ, (૨) કથાખ્યાતચારિત્ર, (3)

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344