Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 334
________________ ૩૦૧ અપ્રમાદી, (૪) ક્ષીણુકવાથી અને (૫) સ્થિરીભૂત સ્વભાવ એ પાંચ મહા ગુણે પણ સ્વાભાવિક રીતે પ્રાપ્ત થયેલ હોય છે. દ્વિતીય પત્ર–“અશુભાનુપ્રેક્ષા" (૨) અશુભાનુપ્રેક્ષા–જીવનું શુભાશુભ થવાના બે માર્ગ છે. (૧) નિશ્ચય, (૨) વ્યવહાર નિજગુણમાં જ પ્રવૃત્તિ તેને નિશ્ચય, અને બાહ્યમાં પ્રવૃત્તિ તેને વ્યવહાર કહે છે. છદ્મસ્થ જીવેને માટે વ્યવહાર પ્રથમ હેવાથી તેઓએ હમેશા વ્યવહારમાં શુદ્ધ કર્મો કરી આત્મસાધનમાં એટલે નિશ્ચયમાં દ્રષ્ટિ રાખવાની છે. સર્વજ્ઞ પ્રભુ સદા નિશ્ચયની પ્રવૃત્તિમાં જ હોય છે છતાં વ્યવહારને બગાડતા નથી, માટે કર્મને આત્મા સાથે શું સંબંધ છે તે જાણવાની વ્યવહારથી જરૂર છે. વ્યવહારમાં કમને કર્તા પુદ્ગળ છે, કારણ કે આત્મા તે મન, વચન, કાયાના ત્રણે યેગથી રહિત હેઈને તે તે સદા સર્વદા નિજ સ્વરૂપની ભાવનામાં વર્તે છે. એ ભાવનાથી આત્માને વિમુખ કરનાર પુકૂળજ છે. આ સંસારના જ્ઞાનાવરણીય વગેરે દ્રવ્યકર્મોને ઉપચરિત અને અસદભૂત વ્યવહાર છે તેને; ઉદારિક, વિકેય અને આહારક એ ત્રણ શરીરને લીધે, તથા આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેસ, મન અને ભાષા એ છે પર્યાતિ વગેરેને લીધે પુળસમુહનું જે કર્મ છે તેને અને તેજ પ્રમાણે ઘટપટ વગેરે ઉપચરિતઅસદ્ગતબાહ્ય વિષય છે તેને કર્તા પુળજ છે. આ પ્રમાણે વ્યવહારની વ્યાખ્યા થઈ. હવે નિશ્ચયની અપેક્ષાથી તે ચિતન્યજ કમરને કર્તા છે. આત્માનું મૂળસ્વરૂપ તે રાગદ્વેષ વગેરે સંકલ્પ વિકલારૂપી ઉદાસીથી તેમજ ક્રિયાથી રહિત છે, છતાં યિા રહિત એ આત્મા રાગદ્વેષ ઉત્પન્ન થાય એવા કર્મોનું ઉપાર્જન કરે છે. તે કમેને ઉદય થતાં અક્રિય ને નિર્મલ આત્મા અજ્ઞાન દશામાં આવી ભાવ કર્મને અથવા રાગદ્રષને કર્તા બને છે. મન, વચન, અને કાયાના ત્રણે રોગના

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344