________________
૨૪૮
છે. એ અમૃતનું પાન કરતાં ભયંકર જન્મ મરણનું દુઃખ દૂર થાય છે અને તેથી પરમસુખી દશા પ્રાપ્ત થાય છે.
(૫૦). હે આત્મા, તું તારી સાથે નિશ્ચય કર કે, હું અતીન્દ્રિય છું એટલે મારે ઇદ્રિજ નથી, તેમજ હું ઇંદ્રિયેથી ઓળખાઈ શકું તેમ નથી અને ઇઢિયેના શબ્દ સ્પર્શ વગેરે વિષયે મારા આત્મામાં છેજ નહિ. એજ કારણથી મને અતીન્દ્રિય અથવા ઈદ્રિયાતીત કહે છે. વળી હું અનિર્દેશ છું એટલે વાણીની મારફત પણ મારું વર્ણન થઈ શકે નહિ. એજ કારણથી મને અનિર્વચનીય અથવા વચનાતીત કહે છે. એ જ પ્રમાણે હું અમૂન (નિરાકારી), ચૈતન્ય, આનંદમય અને પૂર્ણ છું. આવા વિચાર કરીને નીજ સ્વરૂપમાં નિશ્ચલ થવું.
(૫૧). હે આત્મા, આત્માની સાથે એ વિશુદ્ધ નિર્મળ અનુભવ કર કે હું તે સમસ્ત લેક (બ્રહ્માંડ) નું યથાર્થ સ્વરૂપ પ્રગટ કરનાર અદ્વિતીય સૂર્ય છું. આ દુનિઆમાં સામાન્ય દેવતાથી દિવાને પ્રકાશ અધિક છે. દિવાથી મશાલને, મશાલથી ગ્યાસને, અને ગ્યાસથી વિજળીને પ્રકાશ વધારે હોય છે, આ બધા કૃત્રિમ પ્રકાશથી ચંદ્રમાને પ્રકાશવિશેષ છે, અને તે ચંદ્રમાથી સૂર્યને પ્રકાશ ઘણું વધારે છે. દિવા વગેરેને પ્રકાશ તે વાયુ વગેરેથી નાશ પામે છે, ચંદ્ર સૂર્યને પ્રકાશ રાહુ અને વાદળાંથી ઘેરાતાં તથા અસ્ત પામતાં જતું રહે છે, પણ આત્મ તિને પ્રકાશ તે મેરૂ પર્વતને હલાવે તેવા વાયુથી બુઝાતું નથી, તેમજ વાદળાં, રાહ વગેરે પણ ઢાંકી શકતા નથી. ખરા રૂપમાં આત્મ
તિ પ્રગટ થતાં ત્રણ લેકમાંના સૂરમ, બાદર, ચરાચર સર્વ પદાર્થ એકજ વખતે એકજ સમય માત્રમાં પ્રત્યક્ષ થાય છે, અને તે વખતે આત્માને પરમાનંદ મળે છે.
એ વગેરે વિચારે માં જે હમેશાં પ્રવર્તે તેને અંતર આત્માવાળો જાણવે. એ અંતરઆત્માને પ્રાપ્ત થનાર પરમાત્માને સાધે છે. ,