Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 317
________________ એક-ઐક્ય રૂપી તર્ક વિતર્ક હોય છે. આ વિચાર સ્વભાવિક થાય છે. આ પાયાવાળા ધ્યાનીઓના વિચારે બદલતા નથી. એક દ્રવ્યને, એક પર્યાયને અગર એક અણુમાત્રને વિચાર ચિંતવતા તેમાં એવી તે એકાગ્રતા લગાવે કે મેરૂ પર્વતની પેઠે સ્થિરી ભૂત બની જાય. આ ધ્યાન ફકત બારમા ગુણસ્થાનવાળાને હોય છે. આ ધ્યાનમાં ચૂંટાયા પછી એક ક્ષણમાં મેહકર્મની પ્રકૃતિએને નાશ કરે કે તરતજ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એ ત્રણ કમેને પણ સમૂલગે નાશ થાય છે. એ પ્રમાણે ચાર ઘનઘાતકર્મને ક્ષય થતાં તરતજ તેરમું ગુણસ્થાન પ્રાપ્ત થાય છે અને બીજા પાયાથી આગળ વધે છે. વળી તે જ વખત કેવળજ્ઞાન અને કેવળદર્શનની અપૂર્વ પ્રાપ્તિ થાય છે. અગાઉના અનંતાકાળમાં કદી એ કેવળજ્ઞાન ને કેવળદર્શનની પ્રાપ્તિ થઈ નહોતી. કેવળજ્ઞાની મહાત્મા સર્વજ્ઞ, સર્વદશ એટલે સર્વ કાલક, બાહ્ય ને અત્યંતર, સૂકમ ને બાદર. એમ સર્વ પદાર્થો હસ્તામ્યક એટલે હાથમાં રહેલા આંબળાના ફળની માફક જાણી લે છે અને જેઈ લે છે. ત્રણે કાળમાં જે જે થયું, થાય છે, અને થવાનું તે એક સમય માત્રમાં દેખી શકે છે. અનંત દાનલબ્ધિ, અનંત ભેગલબ્ધિ, અનંત ઉપગલબ્ધિ, અનંત લાભલબ્ધિ તથા અનંત બલવીર્યલબ્ધિની પ્રાપ્તિ થાય છે. એ મહાત્માને દેવેન્દ્ર, મુનીન્દ્ર વંદન નમસ્કાર કરે છે. પણ જો એ મહાત્માએ પહેલાના ત્રીજા ભવમાં તીર્થકર ગેત્ર ઉપાર્જન કર્યું હોય તે આ વખતે તીર્થકર થતાં સમવસરણની રચના થાય છે અને તેના મધ્ય ભાગમાં ચેત્રીશ અતિશયથી પિતે વિરાજમાન થાય છે. પાંત્રીશ પ્રકારના ગુણવાળી વાણું પ્રકાશે છે. એ વાણીરૂપ સૂર્ય ઉદય થતાં મિથ્યાત્વરૂપી તિમિરને તરતજ નાશ થાય છે અને ભવ્યજનરૂપી કમળનાં ફૂલનું વન નવપલ્લ. વિત ખીલે છે. એ તીર્થંકર મહારાજના સદુધનું શ્રવણ થતાં હળુકમ સુમાર્ગે ચડતાં ભવ ભ્રમણ રૂપી અથવા સંચિત પાપરૂપી કચરાને બાળી ભસ્મ કરે છે, અને મેક્ષને સન્મુખ થઈ

Loading...

Page Navigation
1 ... 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344