Book Title: Dhyan Kalptaru
Author(s): Amolakrushi Maharaj, Pranjivan Morarji Shah
Publisher: Harakhchand Velji & Others

View full book text
Previous | Next

Page 321
________________ ૨૮૮ દ્વિતીય પત્ર--“વ્યુત્સર્ગ, (૨) વ્યસ–શુકલ ધ્યાની સ્વાભાવિક રીતે સર્વ સંગ રહિત હોય છે. કપિલે કેવળીજીએ ફરમાવ્યું છે કે —गाथा-विजहितु पुव्वसंजोगं, न सिणेहं कहिंचि कुव्वेज्जा ॥ असिणेह सिणेह करेहि, दोसपओसेहि मुच्चए भिख्खुः ॥२॥ सव्वं गंथं कलहं च, विप्पजहे तहा विहं भिख्खु, ॥ सव्वेसु कामजाएसु, पासमाणो न लिप्पई ताई. ॥४॥ 1 ઉત્તરાધ્યયન ૮. ગાથા ૨-૪. ૦ અથ–-સંસારમાં પ્રથમ સંજોગ માતા પિતાને અને પછી સાસુ સસરાને એમ પૂર્વ અને પશ્ચિાત્ બંને પ્રકારના બાહ્ય સંજોગે છે. તેમજ રાગ, દ્વેષ, અને કષાય રૂપી પરિણતિ (વિચારણા એ અભ્યતર સંજોગ છે. એમ બાહ્ય અને અત્યંતર બંને સંજોગ કલેશનું કારણ છે. શુકલધ્યાની પુરૂષને આ બંને પ્રકારના સંબંધ ઉપરથી સ્વભાવિક રીતે મમત્વ ભાવ દૂર થઈ જાય છે. વળી શબ્દ, રૂપ, રસ વગેરે સંવે ભેગ બંધન રૂપ જણાય છે અને તેથી તેમાં લેપાતું નથી. રાગદ્વેષ રહિત થાય છે. એ સંબંધ અનાદિ કાળથી અનંત પરિભ્રમણ કરાવનારે હોવાથી તેની સાથે પછી કઈ પણ પ્રકારે સંબંધ થાય એવું કરે નહિ, કારણકે નેહ ન કરવા જેવી અને રખડાવનારી વસ્તુ સાથે સ્નેહ શા માટે કરે? એ અનેહી વસ્તુઓ સાથે વીતરાગ ભાવે વતે કે જેથી તે કલેશકારક અને બંધનરૂપ ન થાય. એ વિતરાગ ભાવ હંમેશાં અંદરથી તેમજ બહારથી શાંતિદાતા તેમજ મુકિતદાતા છે. શુકલધ્યાની જીવને એવા પ્રકારને સંબંધ સ્વાભાવિક રહેતે હેવાથી તે સદા રાગ દ્વેષની પરિણતિથી રહિત રહે છે અને જ્ઞાન, દર્શન તથા ચારિત્રરૂપ ત્રણ રત્નની ન્યત સદા પ્રકાશિત રહેતાં અનંત જ્ઞાન, અનંત દશન, અનંત ચારિત્ર, અને અનંત પરૂપ ચતુષ્ટય રનને લોકતા થાય છે,

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344