________________
૨૦૦ આયુષ્ય ક્ષય થતાં સર્વ સ્વજન મળીને એજ શરીરને અગ્નિમાં બાળી ભસ્મ કરી દે છે. આ પ્રમાણે આ શરીરની દશા ક્ષણ ક્ષણમાં બદલાતી જોઈએ છીએ. આ શરીર સદા સર્વદા નવાં નવાં રૂપ (અભિનવરૂ૫) ધારણ કરે છે, અને સમયે સમયે વિકાર પામે છે. આ શરીરના બાળપણને જુવાની ગળી જાય છે, જુવાનીને ઘડપણ ગળી જાય છે, અને ઘડપણને મત ગળી જાય છે. આ પ્રમાણે મોટાં માછલાં તેથી નાનાને જેમ ગળી જાય છે તેવી મચ્છ ગાળા ગળી લાગી પડી છે. પણ તે ઉપરથી એમ કદીપણું નસમજવું કે બાળ શરીર જુવાન થશેજ અને જુવાન શરીર વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરશેજ. એ ભરેસે રાખ મિથ્યા છે. કાળને બાળક, જુવાન, વૃદ્ધ, એને કંઈ પણ વિચાર છેજ નહિ. કાળ રૂપ ઘટીને હમેશાં ચંદ્ર અને સૂર્ય ફેરવ્યાં કરે છે. જેમ ઘંટીને બે પડ હોય છે. તેમ કાળરૂપ ઘટીને ભૂતકાળરૂપ નીચેનું પડ તે સ્થિર હોય છે, અને ભવિષ્ય કાળરૂપ ઉપરનું પડ ચળ હોય છે. આયુષ્ય રૂ૫ બીલડાને જેઓ અડી રહ્યા છે તે જીવ બચી રહે છે. “ખૂટા છૂટા કે આટા ખૂટા” અર્થાત્ ખીલડે છેડયે કે આયુષ્ય ખૂટયું સમજવું. આપણી નજર આગળ ઘણા ચાલ્યા ગયા, અને જે બાકી રહ્યા છે તે પણ એક દિવસ જનાર છે. આવી આ શરીરની દશા જેવા છતાં શરીરને નિત્ય જાણી ઘણું જ મેહમાં ગરક થઈ રહ્યા છે એ ભારે આશ્ચર્ય છે!
આ શરીરનું નામ દારિક અથવા ઉદારિક છે. એના બે અર્થ કરે છે–(૧) ઉદાર=પ્રધાન અને (૨) ઉદારા ઉધારા એટલે માગીને લીધેલું. જેવી રીતે મહાજનની જગા કારજવરે કરવાને માટે છેડે વખત માગી લેવામાં આવે છે, પછી તે જગાને શણગારી તેમાં જે કારજ અવસર કરવાનું હોય તે કરી લે છે કે તરત જ છોડી દઈ મહાજનને પાછી આપે છે છતાં છોડનારને પ્રશ્ચાત્તાપ થતું નથી. પણ કારજ અવસર પૂર્ણ