________________
અનેક દુઃખ પામે છે. કેટલાક અંતરીય કર્મની પ્રબળતાથી અનાથ, ગરીબ અને દુઃખી થઈ રહ્યા છે. ખાનપાન, વસ્ત્ર, ઘર, વગર હેરાન છે. કેટલાક વેદનીય કર્મની પ્રબળતાથી કેઢ વગેરે અનેક રેગથી પીડિત છે, કેટલાક લાકડાની બેડી (હેડ) જલજીર વગેરે બંધનમાં પડયા છે, કેટલાક શત્રુને તાબે થઈ દુઃખી છે, કેટલાક ટાઢ, તાપ, ભૂખ, તરસ વગેરે અનેક વિપત્તિ ભેગવે છે, કેટલાક આંધળા, લૂલા, લંગડા, બહેરા, મુંગા, વગેરે અંગોપાંગ રહિત છે, કેટલાક પશુ, પક્ષી, જળચર અને વનચર છે પરાધીનપણું ભોગવે છે, વધ, બંધન, મારવું, કૂટવું વગેરે વેદના સહન કરે છે, કેટલાક પાપીઓને હાથે કપાય છે, વગેરે અનેક જીવ અનેક તરેહનાં કષ્ટ ભોગવીને સુખને માટે તરફડી મારે છે. તેઓ કહે છે કે અમને કે સુખી કરે! અમને જીવિતનું દાન દે! દુઃખ અને સંકટથી બચાવે ! વગેરે દીન અને દયામણું પ્રાર્થના કરે છે એવાને જોઈ આપણે ખેદ પામ, કરૂણા લાવવી અને એમને
ખંથી છોડાવવા, યથાશકિત અને યથા એગ્ય પ્રયત્ન કરે અને સુખી કરવા અને કરૂણ ભાવના કહે છે.
૪. મધ્યસ્થ ભાવ”—આ વિશ્વમાં કેટલાક ભારે કમી પાપી જીવ સદૂગુણુ અને સદુધર્મને ત્યાગી અવગુણ અને અધર્મને સ્વીકાર કરે છે. સદા કે ધમાં તપેલા, માનમાં અક્કડ થયેલા, કપટથી ભરેલા અને લેભમાં તત્પર રહે છે. નિર્દયતાથી અનાથ પ્રાણુઓને સંહાર કરે છે. મદિરા, માંસ, કંદમૂળ વગેરે અભક્ષ્ય પદાર્થનું ભક્ષણ કરે છે. અસત્ય, ચેરી અને મૈથુન સેવવામાં ચતુરાઈ બતાવે છે. વિષયલંપટ વેશ્યા અને પર સ્ત્રી ગમનમાં આનંદ માને છે. જુગાર વગેરે દુર્વ્યસનમાં બૂડેલા, અઢાર પાપોથી ભરેલા સવ, ગુરૂ અને ધર્મને નામે હિંસા કરનાર, હિંસામાં ધર્મ માનનાર
દેવ, ગુરૂ અને કુધર્મની આબરૂ વધારનાર, ભલા માણસની નિંદા કરનાર, પિત પિતાની બડાઈમાં મગ્ન, વગેરે પાપી જેને