Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 7
________________ શકવતી ગ્રંથનું સૂઝભર્યું સંપાદન ભરતથી જગન્નાથ સુધીના, લગભગ બે હજાર વર્ષના પ્રલંબ પટ પર પથરાયેલા, સમગ્ર અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં જે થોડા યુગપ્રવર્તક ગ્રંથો છે, તેમાં “ધન્યાલોકનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. આ જ કારણે, વ્યાકરણશાસ્ત્રમાં “અષ્ટાધ્યાયી’ અને વેદાન્તદર્શનમાં બ્રહાસૂત્ર' જેવા રાજ્વર્તી ગ્રંથો સાથે તેની સમકક્ષતા સ્વીકારવામાં આવી છે, તે સંપૂર્ણતઃ સમુચિત છે. “કાવ્ય પ્રકાશ”, “સાહિત્યદર્પણ અને રસગંગાધર જેવા અગ્રણી અનુગામી વિવેચન ગ્રંથોમાં વન્યાલોકનો પ્રભાવ સ્પષ્ટ વરતાય છે, એટલું જ નહીં પરંતુ દશમા શતક પછીના અલંકારશાસ્ત્ર-ગ્રંથોમાં મોલિક મીમાંસા કરતાં, આનન્દવર્ધન-પ્રસ્થાપિત સિદ્ધાંતોનાં જ, મહદંશે, સમીક્ષણ-સંમાર્જન અને વ્યાખ્યા-વિવરણ થયાં છે, એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. ટૂંકમાં, મિલ્ટને જેના માટે “Life-blood of a Master spirit” એવું લક્ષણ બાંધ્યું છે, એવો પ્રશિષ્ટ આ ગ્રંથ છે. પરંતુ “ધ્વન્યાલોકનો મહિમા આટલા-પીરસ્ય કાવ્યશાસ્ત્ર-પૂરતો જ મર્યાદિત નથી; એબરહોખી, રિચાર્ડ્ઝ, ટોચે, કાર, એલિયટ, મેકફૂગલ અને અન્ય પાશ્ચાત્ય વિવેચકોએ અસ્તિત્વવાદ, અભિવ્યંજનાવાદ, પ્રતીકવાદ, સૌન્દર્યવિચાર, ‘એબ્સર્ડ અને ‘ઇટ્યૂશન’ની વિભાવના વગેરે અભિનવ કાવ્યમીમાંસાગત સંપ્રત્યયોનું, છેલ્લા બે-એક શતકો દરમિયાન, પ્રતિપાદન કર્યું, તેના પાયામાં રહેલાં હાર્ટ અને મૂળભૂત તત્ત્વોનું શાસ્ત્રીય નિરૂપણ, એક હજાર વર્ષ પહેલાં, મુખ્યત્વે આનંદવર્ધને (તથા, ત્યારપછી, અભિનવગુપ્ત, કુન્તક વગેરેએ) કર્યું હતું, એ હકીકતનો સ્વીકાર તો પાશ્ચાત્ય વિવેચનસાહિત્યમાં પણ થયો છે : સ્ટિફન માલાને ૧૯ત્મા શતકના ફાન્સનો આનંદવર્ધન માનવામાં આવ્યો છે, એ હકીકત ઉપર્યુક્ત નિરીક્ષણનું સમર્થન કરે છે. લગભગ સાડા છ દાયકા પહેલાં, સ્વ. આચાર્યશ્રી ડોલરભાઈ માંકડે, કરાંચીથી પ્રગટ થતા “ઊર્મિ' માસિકમાં, વન્યાલોકનાં અનુવાદ-ટિપ્પણ, ટુકડે ટુકડે, પ્રસિદ્ધ ક્ય હતાં, એનું સ્મરણ થાય છે. શ્રી ડોલરભાઈનાં આ લખાણોને, ત્યારપછી, ૧૯૬૯માં, ગુજરાત યુનિવર્સિટીએ ગ્રંથસ્થ કર્યા હતાં, પરંતુ તેમાં કારિકાઓ અને શ્લોકોનો અનુવાદ સમશ્લોકી હતો. આચાર્ય ડૉ. શ્રી ગોવિંદભાઈ શાહ, શ્રી ડોલરભાઈના આ ગ્રંથનાં પરિશિષ્ટ તૈયાર કરીને, એ સંપાદનના સહાયક બન્યા હતા. અનુસ્નાતક અધ્યાપનની ૩૨ વર્ષની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન, એક સ્વસ્થ, સંનિષ્ઠ અને વિષય-નિષ્ણાત અધ્યાપક તરીકે, “ધ્વન્યાલોકજેવા, સીમાચિન સમા શાસ્ત્રગ્રંથની કેવી આવૃત્તિ, ઉચ્ચ કક્ષાના અભ્યાસીઓ માટે, હોવી જોઈએ, એનું એક સ્પષ્ટ વિભાવનાચિત્ર, શ્રી ગોવિંદભાઈના માનસ-પટ પર અંક્તિ થયું હતું. “વન્યાલોક'ના આ વ્યાખ્યાગ્રંથમાં સમાવિષ્ટ સામગ્રી તથા તેની સંપાદન-રોલી જોતાં, એમણે પોતાના આ desideratum ને સુયોગ્ય રીતે સંપન્ન કર્યું છે, એમ નિરાંક કહી શકાય. મૂળ સંસ્કૃત ગ્રંથ, સામેના પાને જ સરળ-સુવાચ્ય ગુજરાતી અનુવાદ અને સવિસ્તર તથા સમીક્ષાત્મક અભ્યાસનોંધ,- એ ત્રણ વિભાગોમાં, ગ્રંથ-પ્રતિપાદિત સિદ્ધાંતોને

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 428