Book Title: Dharmveer Sheth Venichandbhai
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Jain Shreyaskar Mandal

View full book text
Previous | Next

Page 12
________________ ૧૦ એ વારસો જેમ આપણને મળે છે, તેમાં લગભગ તેજ સ્વરૂપમાં - છેવત્તે અંશે આપણી પછીની ભાવિ પ્રજાને ય મળશે, એમ તે આપણે આજે ખાત્રીપૂર્વક કહી શકીએ છીએ. તેની પછીની પ્રજાને પણ કંઈક ફેરફારથી મળશે, એ પણ ચકકરા. પરંતુ એમ કયાં સુધી ચાલ્યા કરશે કે અમુક કાળે માત્ર એકાદ હૈ કે બહુજ જુજ સંખ્યામાં જ માત્ર કેટલીક વ્યકિતએ ભગવાન મહાવીર દેવ, જેનધર્મ અને જૈન શાસનને યાદ કરનારી જગમાં વિદ્યમાન હશે? તેને ચકકસ જવાબ વિશિષ્ટ જ્ઞાનશક્તિ વિના આપણે તે નજ આપી શકીએ. માત્ર એટલું જ એ ઉપરથી નકકી કરી લઈએ કે આપણી પછી પણ ભવિષ્યમાં આ વારસો ઓછાવત્તા રૂપમાં લાંબા વખત સુધી લંબાશે, એટલે તે ચેકકસ. ભગવાન મહાવીર પરમાત્માથી માંડીને છેવટમાં છેવટના જૈનધર્મના આરાધકે અને શાસનના આશ્રિતની વિપુલ સંખ્યાને ખ્યાલ કરીએ તે કંઈ પાર ન આવે. પરંતુ શાસનરૂપી વિશાળ ગગનમાં મુખ્ય મુખ્ય ધર્મારાધકે, તીર્થના પ્રભાવકે, પ્રચારકે, રક્ષક, વ્યવસ્થાપકે, યુગપ્રવર્તકે એવા અનેક સુરિઝવરે, આચાર્યપુંગવો, સાધુમહાત્માઓ, શ્રમણમહત્તરાઓ, વિદ્વાન તથા ધનાઢ્ય ગૃહસ્થશેખરે, અને નારીદેવીઓ રૂપી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, રત્ન, અને ખદ્યોત વિગેરેના પ્રકાશની જેમ યથાસંભવ ચળકયા છે, તે આપણે ઈતિહાસ પરથી જાણીએ છીએ, ચળકે છે, તે આપણા જીવનમાં જોઈ શકીએ છીએ, અને ભાવિકાળે કઈને કઈ ચળકતા રહેશે તેના માત્ર અનુમાનને શાસપ્રમાણથી પુષ્ટ કરી શકીએ છીએ. યદ્યપિ એક વખતની સામાન્ય વ્યક્તિઓમાં પણ જે સામર્થ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 250