Book Title: Dharmadhyaksha Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Gyanjyoti Prakashan Mandir AhmedabadPage 13
________________ આ વાર્તાને મુખ્ય મુદ્દો (પરિવાર સંસ્થાએ) અગાઉ પ્રસિદ્ધ કરેલી આનાતોલ ફ્રાંસની નવલકથા “તપસ્યા અને નિગ્રહ' (“થાઈ')ના જેવો જ છે. પરંતુ બંને સમર્થ લેખકોએ એક જ મુદ્દો જુદી જુદી રીતે છો હોઈ નવીન જ બની રહે છે. બંને વાર્તાના તપસ્વીએ ઇન્દ્રિયનિગ્રહ કરે છે, પરંતુ તેનાં અનેકમુખી પરિણામો બતાવવામાં બંને નવલકથાઓ પોતપોતાની અને ખી રીત અનુસરે છે. બંને વાર્તાઓમાંથી અણુધડાકાની પેઠે એ સાર ફૂટી નીકળે છે કે, માત્ર ઇન્દ્રિયનિગ્રહ પૂરતું નથી. બીજા પરમરસ – પરમાત્મા - ની ભક્તિ જીવનમાં ઊભી ન થઈ હોય, તો પછી માત્ર ઇન્દ્રિયનિગ્રહ કે બીજી વિદ્યા કે પ્રવૃત્તિના વ્યાસંગો માણસને કશો આધાર આપી શકતાં નથી – આગળ લઈ જવાની તો વાત જ કયાં?. તે પણ ઇન્દ્રિયનિગ્રહ સાધ્યા વિના બીજો પરમ-રસ જીવનમાં પ્રગટી શકેય શી રીતે? આમ એક પ્રકારનો ચકરાવો જ ન થયો? એમાંથી રસ્તો શો? ત્યાં આગળ ઈશ્વરકૃપા અને સત્સંગનું સ્થાન આવીને ઊભું રહે છે. પૂર્ણ જીવન પામેલા સંતને પ્રત્યક્ષ દાખલો જ જીવને આગળ વધવા જોઈતાં પ્રેરણા અને બળ પૂરાં પાડે છે. તે વિના માત્ર બૌદ્ધિક સૂઝબૂઝ જરાય કારગત નીવડતાં નથી. એમ “પ્રાચ વરાનું નિવત' ઉત્તમ પુરુષોને સેવીને સમજો – બૂઝો’– એ ઉપનિષદની ઘોષણા ચરિતાર્થ થાય છે. - એવા પરિપૂર્ણ જીવન પ્રાપ્ત કરનારા અને બક્ષનારા સંતે જ છેવટે સંસારના સાર રૂપ છે. તેમને નમોનમઃ | તા. ૧૫-૧૨-૭૪ - ગોપાળદાસ જીવાભાઈ પટેલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 374