________________
આ વાર્તાને મુખ્ય મુદ્દો (પરિવાર સંસ્થાએ) અગાઉ પ્રસિદ્ધ કરેલી આનાતોલ ફ્રાંસની નવલકથા “તપસ્યા અને નિગ્રહ' (“થાઈ')ના જેવો જ છે. પરંતુ બંને સમર્થ લેખકોએ એક જ મુદ્દો જુદી જુદી રીતે છો હોઈ નવીન જ બની રહે છે. બંને વાર્તાના તપસ્વીએ ઇન્દ્રિયનિગ્રહ કરે છે, પરંતુ તેનાં અનેકમુખી પરિણામો બતાવવામાં બંને નવલકથાઓ પોતપોતાની અને ખી રીત અનુસરે છે. બંને વાર્તાઓમાંથી અણુધડાકાની પેઠે એ સાર ફૂટી નીકળે છે કે, માત્ર ઇન્દ્રિયનિગ્રહ પૂરતું નથી. બીજા પરમરસ – પરમાત્મા - ની ભક્તિ જીવનમાં ઊભી ન થઈ હોય, તો પછી માત્ર ઇન્દ્રિયનિગ્રહ કે બીજી વિદ્યા કે પ્રવૃત્તિના વ્યાસંગો માણસને કશો આધાર આપી શકતાં નથી – આગળ લઈ જવાની તો વાત જ કયાં?. તે પણ ઇન્દ્રિયનિગ્રહ સાધ્યા વિના બીજો પરમ-રસ જીવનમાં પ્રગટી શકેય શી રીતે? આમ એક પ્રકારનો ચકરાવો જ ન થયો? એમાંથી રસ્તો શો?
ત્યાં આગળ ઈશ્વરકૃપા અને સત્સંગનું સ્થાન આવીને ઊભું રહે છે. પૂર્ણ જીવન પામેલા સંતને પ્રત્યક્ષ દાખલો જ જીવને આગળ વધવા જોઈતાં પ્રેરણા અને બળ પૂરાં પાડે છે. તે વિના માત્ર બૌદ્ધિક સૂઝબૂઝ જરાય કારગત નીવડતાં નથી. એમ “પ્રાચ વરાનું નિવત' ઉત્તમ પુરુષોને સેવીને સમજો – બૂઝો’– એ ઉપનિષદની ઘોષણા ચરિતાર્થ થાય છે. - એવા પરિપૂર્ણ જીવન પ્રાપ્ત કરનારા અને બક્ષનારા સંતે જ છેવટે સંસારના સાર રૂપ છે. તેમને નમોનમઃ | તા. ૧૫-૧૨-૭૪
- ગોપાળદાસ જીવાભાઈ પટેલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org