________________
જેમ “લે મિઝેરાબ્લ’ નવલકથામાં બિશપના કથાનકનાં સો-પચાસ પાન જરા ધીરજથી ઓળંગવાં પડે છે, ત્યાર પછી જ રસનું દ્વાર અચાનક ઊઘડતાં આપણે પણ તૈયાર થયા હોઈએ છીએ – તે રસ ઝીલવાના અધિકારી બન્યા હોઈએ છીએ. તેમ જ આ નવલકથામાં પણ શરૂઆતની થોડીક વિગતોનું ચડાણ ધીરજપૂર્વક ચડવું પડે છે; ત્યાર પછી જ અને અદ્ભુત રસને જે ધોધ પડવા લાગે છે, તે ઝીલવાના અધિકારી આપણે બન્યા હોઈએ છીએ – ઝીલી પણ શકીએ છીએ.
કોઈ પણ રસ ઉચિત તપ કે યજ્ઞ કર્યા વિના ભોગવીએ, તે ન સદે. વાર્તારસ પણ ઉચિત યજ્ઞ-તપ વિના ભોગવવા જઈએ, તે તુચ્છતામાં સબડી આવ્યા એવું જ લાગે. પરંતુ આવા મહાન નવલકથાકારોની અદભુત રસભરી વાર્તાઓ વાંચવા દરમ્યાન જ જાણે ઉચિત યજ્ઞ-તપ સધાઈ ગયાં હોય છે, અને પરિણામે વાર્તા વાંચી રહેતાં કશું ઉધાર-ખાતું ઊભું કર્યું લાગતું નથી – ઊલટું, પરમ લાભ ખાટી આવ્યા, એવું લાગે છે.
વિક્ટર હ્યુગોની પાંચે જાણીતી નવલકથાના ગુજરાતી સંક્ષેપ તૈયાર કરવાની યોજના હતી. તે મુજબ “લે મિઝેરાલ” ઉફે દરિદ્રનારાયણ; “ક્રાંતિ કે ઉત્ક્રાંતિ – (નાઈન્ટી શ્રી”), “લાફિંગ મૅન' યાને ઉમરાવશાહીનું પોત અને પ્રતિભા, “પ્રેમ-બલિદાન”-(‘ટૉઇલર્સ ઑફ ધ સી') અને આ નવલકથા પોતે “ધર્માધ્યક્ષ' ('લંચબૅક ઑફ નોત્રદામ') – એમ પાંચે નવલકથા હવે પૂરી થાય છે. એ પાંચે નવલકથાઓ પોતપોતાની રીતે અનેખી નવલકથાઓ છે.
ભાષાંતર રૂપે પણ આવી નવલકથાઓ કોઇ પણ ભાષાના નવલકથાકારોને એક પડકારરૂપ થાય છે. હ્યુગોએ આ નવલકથામાં પિતાના દેશના જે જમાનાને ચીતર્યો છે, તે કાંઈ વખાણવા લાયક કહી શકાય તેવો છે જ નહિ. છતાં તે જમાનાને આદરીને તેણે જે નવલકથા લખી છે, તે સત્યને, શિવને, સુંદરને સ્પર્શતી હોઈ, મંગળરૂપ બને છે. આવા કળાધરો દેશને મળવા, એ એક સદ્ભાગ્ય જ કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org