________________
પિતાના પ્રેમનો સામો જવાબ કયાં જોઈએ પણ છે? પિતાના ખાનદાનનું ઠેકાણું ન હોવાથી, ફોબસનું લગ્ન તો તેને યોગ્ય ખાનદાનની કોઈ છોકરી સાથે થાય એમ જ સમરાદા ઇચ્છે છે. પોતાને માટે તે તેના ઘરમાં દાસીનું સ્થાન જ તેણે કયું છે.
જોકે, ઍસમરાદાને પ્રેમ અનેક કારણે સફળ થતો નથી; પરંતુ તેથી શું? દરેક માનવ પ્રાણીના જીવનમાં ઉદભવતી બધી લાગણીઓ અને ભાવનાઓ ક્યાં સફળ થાય છે? બલિહારી તે એવી લાગણી કે ભાવના જીવનમાં પ્રગટવી એ વાતની જ છે. અને એવી શુદ્ધ ઉટ લાગણી કે ભાવના જીવનમાં પ્રગટી, એટલે એ જીવન ઉત્ક્રાંતિને માર્ગે આવી જ ગયું. વેશ્યાનો ધંધો કરતી માને પેટે જન્મેલી સમરાદા પોતાના તુચ્છ જીવનમાં આ શુદ્ધ, શુભ, ઉત્કટ પ્રેમ પ્રગટાવીને જ કૃતાર્થ થઈ ગઈ. તેની તુલનામાં આ નવલકથાનાં જ ખાનદાન-રાજવંશી કુટુંબનાં ગણાતાં કેટલાં બધાં સ્ત્રી-પુરુષોને મનુષ્યજન્મ કેવો તુચ્છ – કે વિપરીત લાગે છે?
આવાં કારણોને લીધે જ હ્યુગો જેવા મહાન લેખકને સંપર્ક મળવો, એ માનવ તરીકે કૃતાર્થ થવા જેવું લાગે છે. મહાન લેખકો જ જે મહાન ભાવનાઓ, જે મહાન સત્યે આપણે આપણા સામાન્ય જીવનમાં કદી અવગત ન કરી શકીએ, ન અનુભવી શકીએ, તે આપણને તેમની અદ્ભુત કલમને બળે અવગત કરાવે છે. અને તેટલા પ્રમાણમાં આપણે ઉત્ક્રાંત થઈએ છીએ.
વિક્ટર હ્યુગો સાહિત્યમાં રોમાંચ-રસનો પુરસ્કર્તા છે. અને તેની નવલકથાઓ રોમાંચક-રસથી છલકાતી હોય છે. અલબત્ત, જેમ સૂષ્ટિનું રોમાંચકારી દર્શન કરવા એવરેસ્ટ જેવા ઊંચા શિખરે ચડવું જરૂરી છે, તેમ જ હૃગોની વાર્તાઓનો અદ્ભુત રોમાંચ રસ અનુભવવા માટે વાચકે નવલકથાકારની સાથે અમુક ચડાણ ચડવું જ પડે છે. વિના પરિશ્રમ મળતે રસ કે આનંદ જમીન ઉપર આળોટવાનો જ હોઈ શકે. એટલે
૨ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org