________________
પણ એ કમ તે ન પણ અનુસર્યો હોત ! પ્રેમને ખાતર બલિદાનને – આત્મસમર્પણને ક્રમ પણ તે અનુસરી શક્યો હોત – જેવું શ્રગાની જ બીજી નવલકથા “પ્રેમ-બલિદાન” (“ટોઈલર્સ ઑફ ધી સી')માં નિરૂપવામાં આવ્યું છે.
પરંતુ માનવને જુદા જુદા વિકલપ અનુસરવાની મળેલી સ્વતંત્રતા, એ જ માનવજીવનની બલિહારી છે, તેમ જ કરુણતા પણ છે. છતાં કલાકાર બેમાંથી કોઈ પણ વિકલ્પનો ક્રમ આબેહૂબ રજૂ કરીને શુદ્ધ પ્રેમની વાસ્તવિકતાનું દર્શન કરાવે, એમાં જ એની કળાકાર તરીકેની કુશળતા છે અને કૃતાર્થતા પણ.
કસીમૉદો નર્યો શારીરિક વિદ્રપતનો અવતાર છે. અને તેથી જ તેના મનમાં એક પ્રકારનો ઓછપનો દીન-ભાવ પ્રવર્તે છે. એટલે તે કોઈ પણ સ્ત્રીની અને તેય સુંદર સ્ત્રીની ખામુખા કામના કરવા જાય, એમ સ્વાભાવિક રીતે તે બને જ નહિ. પરંતુ પિલરી ઉપર પાણી પાવાના પ્રસંગને કારણે સમરાદા પ્રત્યે તેનામાં જે કૃતજ્ઞતાને ભાવ ઊભે થાય છે, તેમાંથી જ તેના તરફ એને આકર્ષણ જન્મે છે. ધર્માધ્યક્ષની જેમ જ તે તેના પ્રત્યે તીવ્રપણે આકર્ષાય છે, પણ તે પોતાની મર્યાદાનું ભાન ભૂલતો નથી – વિવેક ચૂકતા નથી. તેથી તે પોતાના પ્રેમને ઍસમરાદાનું રક્ષણ કરવા તરફ વાળી શકે છે: ધર્માધ્યક્ષની પેઠે તેને પિતાને શિકાર બનાવવા તરફ નહીં. તેથી જ તે ગીતામાં બતાવેલા ક્રમ અનુસાર ક્રોધ અને બુદ્ધિભ્રંશને માર્ગે વળતાં બચી જાય છે. છેવટે તે પોતાના પ્રેમની સફળતા પણ પ્રાપ્ત કરે છે – મિલન પણ સાધે છે; પણ કેવી અનેખી રીતે !
ઍસમરાદાને પુરુષ (ફેબસો પ્રત્યેનો પ્રેમ એક મુગ્ધ હૃદયને કૃતજ્ઞતાના ભાવમાંથી જન્મેલો પ્રેમ છે. કેટલો બધો તીવ્ર, કેટલો બધો નિર્મળ ! કોબસ તે કેવળ પશુ છે – છતાં જે ધર્માધ્યક્ષ વચ્ચે ન આવ્યો હોત, તે ઍસમરાહદાને શુદ્ધ પ્રેમ ફોબસમાં પણ સામે શુદ્ધ પ્રેમને પડઘો ન પાડી શક્યો હોત એમ ન કહેવાય. અને ઍસમરાદાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org