________________
પ્રારસ્તાવિક
કેટલીક નવલકથા
વાંચી રહ્યા બાદ આપણી જાતને કૃતાર્થ
થયેલી અનુભવીએ છીએ : તે વાંચવાથી આપણે માનવજીવનનું કોઈ સત્ય જાણે અવગત કર્યું હોય એમ આપણને લાગે છે. એ સત્ય બંને રીતનું હોઈ શકે : માનવ તરીકે આપણે કેટલા મહાન બની શકીએ તે દર્શાવતું, તેમ જ માનવ તરીકે કેટલા પિતત બના શકીએ તે પણ.
વિકટર હ્યુગોની આ નવલકથા ‘હુંચબઁક ઓફ નોંત્રદામ' અપૂર્ણ માનવજીવનની કથા છે. અલબત્ત, અપૂર્ણતાને પણ પૂર્ણપણે રજૂ કરીને લેખક પૂર્ણતાના જ પુરસ્કાર કરવા માગે છે; અને તેથી કરીને જ, કદાચ, પેાતાના હેતુમાં તે વધુ સફળ નીવડે છે.
શ્રી પ્રત્યેના પુરુષના પ્રેમનાં બે, અને સ્ત્રીના પુરુષ પ્રત્યેના પ્રેમનું એક, એમ કુલ ત્રણ પ્રેમ-ચિત્રો આ નવલકથામાં રજૂ થાય છે. મુખ્યત્વે ખોટા પ્રેમનું જ સર્વાંગસંપૂર્ણ ચિત્ર રજૂ થાય છે; પણ તે ઉપરથી સાચા પ્રેમ કેવા હોઈ શકે કે કેવા હોવા જોઈએ તેનું સત્ય જ આપણને અવગત થાય છે.
આ નવલકથાના મુખ્ય પાત્ર ધર્માધ્યક્ષના સ્ત્રી પ્રત્યેના મેડો મેડો જાગેલા પ્રેમ સ્વાભાવિક ન હોય એમ લાગે; પરંતુ વિદ્યાઓનું અનુશીલન કરવા જતાં, અને નાનાભાઈની જવાબદારી સંભાળવા કરેલા સાંસારિક જીવનના ત્યાગને કારણે એ પ્રેમ મેડો પ્રગટયો અને કંઈક અસાધારણ તીવ્રતાથી પ્રગટ્યો, એટલું જ. પરંતુ પછીથી એ પ્રેમ, ગીતામાં નિરૂપેલ આખા ક્રમને શબ્દશ: અનુસરે છે : કામથી ક્રોધ, ક્રોધથી સંમેાહ, સંમેહથી સ્મૃતિભ્રંશ, સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ, અને બુદ્ધિનાશથી છેક જ બરબાદી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org