Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આદરરૂપે તેમ જ સુગમ અને સેચક પ્રવચન અને લેખનરૂપે, આપણા શ્રમણસંધે અત્યાર સુધી સારી રીતે સાચવી રાખી છે. કઠણ વિષયને સહેલા અને આકર્ષક રૂપમાં રજૂ કરવાની આ કળા જેમ જે તે વિષયના હૃદયંગમ બોધની સાક્ષી પૂરેછે, તેમ સામાન્ય જનસમુદાયની સમજશક્તિને માપવાની શક્તિનું પણ સૂચન કરે છે. પૂજય ગણિજી મહારાજ મુનિરાજ શ્રી પદ્મસાગરજી મહારાજ આવી જ સરળ અને મધુર વાણી તથા શૈલીના સાધક છે; બીજાને પ્રયત્ન કરવા છતાં પણ વાણીની જે સિદ્ધિ ન મળે, તે તેઓને સહજપણે મળી હોય એવી છાપ એમનું ધર્મપ્રવચન સાંભળતાં તેમ જ એમની સાથે વાત કરતાં પણ મન પર પડે છે. સાથે સાથે એમાં સંસ્કારિતા, ચિંતનશીલતા અને અધ્યયનપરાયણતાની સુભગ ભાત પડેલી પણ જોવા મળે છે. આ જોઈને કંઈક એમ પણ લાગે છે કે કોઈ પૂર્વની આરાધનાનું જ આ પરિણામ હોવું જોઈએ. પ્રવચન, તેઓ કોઈ ગંભીર મુદ્દો સમજાવતા હોય કે રોજિંદા જીવનને સ્પર્શતા હળવા કે સામાન્ય મુદ્દાની ચર્ચા કરતા હોય; આપણને એમ જ લાગે છે કે તેઓ બોલતા જ રહે અને આપણે એમની વાણીનું રસપાન કરતા જ રહીએ. આવી ધર્મપૂત અને મધુરવાણીનું વરદાન વિરલાઓને જ મળે છે. ન કયાંય કડવાશ, ન તીખાશ, ન આક્ષેપ કે ન ક્લેશ-દ્વેષનો અણસાર; જાણે કેવળ વાણીની મધુરતા જ વહી રહી છે. “ચિંતનની કેડી” નામે આ નાના સરખા પુસ્તકમાં, પૂજય પદ્મસાગરજી મહારાજની મુધુર વાણીની મધુર પ્રસાદી મળ્યાનો આહ્લાદ જિજ્ઞાસુઓ અનુભવશે. આમાં ચિંતનમાં For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 146