Book Title: Chintanni Kedi
Author(s): Padmasagarsuri
Publisher: Arunoday Foundation

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - મધુર વાણીની મધુર પ્રસાદી ) ભાગવાન મહાવીરે સામાન્ય જનસમુદાય પણ અનુસરી શકે એવા ઉદર અને સરળ ધર્મમાર્ગની પ્રરૂપણા કરી હતી. ભગવાન તીર્થંકરની આવી ધર્મપ્રરૂપણા જગતને માટે પ્રેરક અને સૌકોઈને પોતાના ઉદ્ધારનો માર્ગ ચીધે એવી ઉપકારક હતી. બળબળતા રણમાં ભૂલો પડેલો માનવી વિશાળ વડલાની શીતળ છાયા મેળવીને જેવી રાહત અને નિરાંતની લાગણી અનુભવે, એવી શાંતિ શ્રમણ ભગવાન મહાવીરની ધર્મ પ્રરૂપણામાં દીન, દુ:ખી અને તિરસ્કૃત માનવજાત સહિત સમસ્ત જીવસૃષ્ટિ એ અનુભવી હતી. “પાળે તેનો ધર્મ એવા સચ્ચાઈ અને ગુણગ્રાહક દષ્ટિના આજ્ઞાનુસાર પાયા ઉપર આધારિત જૈનધર્મની પ્રરૂપણા ભગવાન મહાવીરસ્વામીએ, અબૂઝમાં અબૂઝ માનવી પણ સહેલાઈથી સમજી શકે એવી લોકોની ભાષામાં અને બહુ જ સરળ શૈલીમાં કરી હતી. અઘરામાં અઘરું લેખાતું તત્ત્વજ્ઞાન અને દુર્ગમ ગણાતા આચાર • ના નિયમો પણ ભગવાનના મુખે વહેતી સરિતાના નિર્મળ, શીતળ અને મધુર જળની જેમ, સર્વજનપ્રિય બની જતાં. ભગવાન ગંભીર અને દુર્ગમ ગણાય એવી વાતો પણ સુંદર દષ્ટાંતો અને કથાઓથી ખૂબ રોચક અને સુગમ બનાવી દેતા. ભગવાનની આ ઉપદેશ શૈલી જેમ અનોખી હતી, તેમાં આદર્શ પણ હતી. ભગવાને શરૂ કરેલી આ પ્રણાલિકાને લોકભાષાના For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 146