Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ ( ૨ ) ભવસમુદ્ર તરવા માટે પ્રવહણ સમાન છે, તેમાં તત્વને સમાવેશ છે, હૃદયમાં તિરૂપ છે. એ ઋારને પ્રથમ ઉચ્ચાર શ્રી આદિનાથ પિતાએ કરેલો છે. ચિદાનંદજી કહે છે કે–હે પ્યારા આત્મા ! તેનો અનુભવ ચિતદ્વારા કરીને તેને આત્માની અંદર સ્થાપન કરો. ૧ નમત સકળ ઇંદ ચંદ જાકું ધ્યેયરૂપ, જાનકે મુનિંદ યાકું ધ્યાન મજઝ ધારહિ; સુરતિ નિરતિમેં સમાય રહે આઠ જામ, સુરભિ ન જિમ નિજ સુતકું વિસારહિ. લીન હોય પીનતા પ્રણવ સુખકારી લહે, દહે ભવબીજ વિષે વાસ પર જારહિ; ચિદાનંદ પ્યારે શુભ ચેતના પ્રગટ કર, એસે ધ્યાન ધર મિથ્યા ભાવકું વિસારહિ. ૨ અર્થ–જે કારને સર્વ ઇદ્રો ને ચંદ્રાદિક નમે છે અને તેને ધ્યેયરૂપ જાણીને મુનીંદ્રો જેને ધ્યાનમાં ધારણું કરે છે, ( જેનું ધ્યાન કરે છે ), વળી ગાય જેમ પોતાના સુત (વાછડા)ને આઠે પહોર ભૂલતી નથી તેમ મુનિ પણ એની સુરતિમા–એના શ્વાનની આસકિતમાં આઠે પહોર સમાઈ રહે છે–તેનું જ ધ્યાન કયો કરે છે અને તેમાં લીન રહીને પુષ્ટ થાય છે. વળી એ સુખકારી પ્રણવ (છ) ને પામીને વિષયવાસનાને બાળી દઈ ભવબીજને પણ બાળી દે છે. ચિદાનંદજી કહે છે કે-હે આત્મા ! તું શુભચેતનાને પ્રગટ કરીને તેમજ મિથ્યાભાવને વિસરી જઈને એનું એવું ધ્યાન ધર. ૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 44