Book Title: Chidanandji Krut Savaiya Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 9
________________ ( ૭ ). સવૈયા તેવીસા. આપણું આપ કરે ઉપદેશ ક્યું, આપકું આપ સુમારગ આણે; આપક આપ કરે સ્થિર ધ્યાન, આપણું આપ સમાધિમેં તાણે. આપણું આપ લિખાવે સ્વરૂપશું, ભેગનકી મમતા નવિ ઠાણે; આપકું આપ સંભારત યા વિધ, આપકે ભેદ તે આપ હિ જાણે. ૮ અર્થ-સન્માર્ગદશી ) આત્મા પિતે જ પિતાને ઉપદેશ કરે અને પોતે જ પોતાને સન્માગમાં લાવે, પોતે જ પોતાને ધ્યાનમાં સ્થિર કરે અને પોતે જ પોતાને સમાધિમાં લીન કરે, પિતે જ પોતાનું સ્વરૂપ લખે–ઓળખે અને સાંસારિક સુખભેગની મમતા ન કરે, પતે જ પિતાને (પિતાના સ્વરૂપને) સંભારે અને પિતાને ભેદ ( પિતાનું સ્વરૂપ ) પોતે જ જાણે. ૮ આપ થઇ જગજળથી ન્યારે કર્યું, આપ સ્વરૂપમેં આપ સમાવે; આપ તજે મમતા સમતા ધર, શીલ શું સાચો સનેહ જગાવે. આપ અલેખ અભેખ નિરંજન, પર જન અંજન દૂર વહાવે; યા વિધ આપ અપૂરવ ભાવથી, આપણે મારગ આપ હિ પાવે. ૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44