________________
( ૩૫ ) તેમજ જાણે ધંતુરો ખાધો હોય તે ગાંડ બની જાય તેમ તું દીવાન બની ગયો છે. પણ ઘડી પળ કે ક્ષણવારમાં જેમ સીંચાણે પક્ષીઓના બચ્ચાંઓને અચાનક ઉપાડી જાય તેમ કાળ આવીને તને અચાનક ઉપાડી જશે. ચિદાનંદજી મહારાજ કહે છે કે-તે સાંસારિક સુખરૂપ કાચના કકડા માટે અતિ શ્રેષ્ઠ ચિંતામણિ રત્ન સમાન મનુષ્ય ભવ ખોઈ નાખ્યા–એળે ગુમાવ્યું. ૪૬.
લવસત્તામિક દેવ જાણે ખટદ્રવ્ય ભેવ, પરકી ન કરે સેવ એસે પદ પાયો છે; સાગર પ્રમિત છે તેવીસ જાકી આયુથિતિ, બોધરૂપ અંતર સમાધિ લક્ષ લાયે હે; અલ્પ હે વિકાર અરુ સુખ અનંત જાકું, સૂત્રપાઠ કરી એ પ્રગટ બતાય , ચિદાનંદ એસે સુખ તેહ જિનરાજ દેવ, ભાવના પ્રથમ મેં અનિત્ય દરસાયો હે. ૪૭
અર્થ–લવસતમિક એટલે સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ ષ દ્રવ્યના ભેદનું સ્વરૂપ યથાર્થ જાણે છે. કોઈની સેવા કરવાની નથી એવું અહમિદ્રપદ મેળવેલ છે. તેત્રીશ સાગરોપમ પ્રમાણ જેમના આયુષ્યની સ્થિતિ છે. વળી જેમણે સમગ્ર બોધરૂપ અંતર સમાધિ લક્ષ સાધે છે. વળી જેમને વિકારે અલ્પ છે અને સુખ અનંતું છે. આ પ્રમાણે સૂત્રોના પાઠની અંદર પ્રગટપણે બતાવેલ છે. ચિદાનંદજી મહારાજ કહે છે કે-શ્રી જિનેશ્વર દેવે તેવું સુખ પણ પ્રથમ ભાવનાનું સ્વરૂપ કહેતાં અનિત્ય કહેલ છે. અથૉત્ તે સુખ પણ નાશવંત છે. ૪૭.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com