________________
( ૬ ) વનિતાવિલાસ દુખકે નિવાસ ભાસ પ, જબૂસ્વામી ધર્યો તાતેં મનમેં વિરાગ મ્યું; વનિતાવિલાસી નાનાવિધ દુખ પાયે એસે, આમિષઆસકત કષ્ટ લો જેસે કાગ ; નવપરણિત નાર વસુ ધન ધામ ત્યાગ, છિનમાંજ લહે ભવ ઉઠધિકે પાર ક્યું, ચિદાનંદ નરકgવાર હે પ્રગટ નાર, જ્ઞાનહીન કરે તેથી અતિ અનુરાગ ર્યું. ૪૮
અર્થ-જંબુસ્વામીને શ્રીસુધર્માસ્વામીના ઉપદેશથી સ્ત્રી સાથેને વિલાસ તે દુ:ખનેજ નિવાસ છે એમ સમજાયું, ત્યારે તેમણે મનમાં વૈરાગ્ય ધારણ કર્યો. વળી તેમણે જાણ્યું કે વનિતાના વિલાસી છે, જેમ હાથીના માંસમાં આસક્ત થવાથી તેની ગુદામાં પડેલે કાગડે પ્રાણાંત દુઃખ પામે તેમ અનેક પ્રકારના દુ:ખે પામે છે. તેથી નવી પરણેલી આઠ સ્ત્રીઓ અને ૯ કોડ દ્રવ્ય તથા બીજાં વાહન મકાન વિગેરે સર્વનો ત્યાગ કરી દીધો અને ચારિત્ર લઈને અ૫ કાળમાંજ ભવસમુદ્રને પાર પામ્યા. ચિદાનંદજી મહારાજ કહે છે કે સ્ત્રી પ્રગટપણે નરકના દ્વાર તુલ્ય છે, છતાં જ્ઞાનહીન મનુષ્યો તેને વિષે અત્યંત અનુરાગને ધારણ કરે છે. ૪૮
સુણી ભૂગરા શબ્દ કીટ ફીટ ભંગ ભયે, લેહકે વિકાર ગયો પારસ ફરસથી; કુલકે સંજોગ તિલ તેલ હુ ભયે ફુલેલ, તરૂ ભયે ચંદન સુવાસકે ફરસથી;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com