Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ ( ૨૧ ) નલિની દિલમેં જલબુંદ તે તે, મુગતાફળ કેરી ર્ક્યુ ઓપમા પાવે; મલયાગર સંગ પલાસ તરૂ લખ, તાહ મેં ચંદનતા ગુણ આવે; (સુ)ગધ સંજોગ થકી મૃગકે મદ, ઉત્તમ લોક સહુ મિલ પાવે; સંગતકે ફલ દેખ ચિદાનંદ, નીચ પદારથ ઉંચ કહાવે. ૨૮ અથ–-કમલિનીના પત્ર ઉપર પાણીનું બુંદ રહેલું હોય તે જેમ મોતીની જેવી ભા–ઉપમાને પામે છે તેવું દેખાય છે. મલયાચલ પર્વતના સંગથી ખાખરા વિગેરેના વૃક્ષો પણ ચંદનપણાના ગુણને પામે છે–ચંદનરૂપ થઈ જાય છે, સુગંધના સંયેગથી મૃગને મદ (મલ) કસ્તુરી તરીકે ઓળખાય છે અને તે કસ્તુરી સર્વે ઉત્તમ લોકો પણ ખાય છે. આ પ્રમાણેનું સત્સંગતિનું માહામ્ય જોઈને ચિદાનંદજી મહારાજ કહે છે કે-સત્સંગતિથી નીચ પદાર્થ પણ ઉચ્ચ કહેવાય છે. ૨૮ ધીર વિના ન રહે પુરૂષારથ, નીર વિના તરખા નહિ જાવે; ભૂપ વિના જગ નીતિ રહે નહી, રૂ૫ વિના તન શેભન પાવે; દિન વિના રજની નવિ ફિટત, દાન વિના ન દાતાર કહાવે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44