Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
( ૩ ) અર્થ–મેહમદિરાના છાકમાં કૂલ્ય સતે ભૂલ્યો ભમે અને આત્માના કે અધ્યાત્મના વિચારને બીલકુલ ધારણ ન કરે, વળી મેટા ગ્રંથો ભણું આવીને પંડિત કહેવરાવે પણ તેને ખરો ભેદ પામે નહીં અને દેહના વિકાર તરફ-ઇદ્રિયેના વિષય તરફ દોડ્યા કરે, પ્રભુતાઈ–મેટાઈ ધારણ કરે પણુ પ્રભુને તે સંભારે જ નહી, મુખવડે જ્ઞાનના ઉચ્ચાર કરે પણ મનરૂપી જારને અથવા મનના વિકારને મારે નહીં, વળી ખેાટે ઉપદેશ આપે અને અત્યંત અનાચારને સેવે, એવા મનુષ્યો ભવસમુદ્રને દીર્ઘકાળે પણ પાર પામે નહીં. ૪૧
બગ ધરે ધ્યાન શુક કથે મુખ જ્ઞાન મચ્છકચ્છા અસનાન પયપાન શિશુ જાણીએ, ખર અંગ ધાર છાર ફણિ પાનકે આહાર, દીપસિખા અંગ જાર સલભ પિછાનીએ; ભેડ મૂલ ચાલે લઠ પશુઅન પટા પરૂ, ગાડર મુંડાવે મુંડ બાત કા' વખાણીએ; જટાધાર વટ વૃક્ષ જ્યે વખાણે તાકે, ઇત્યાદિક કરણું ન વિણતીમેં આણુએ. ૪૨
અર્થ–બગલું ધ્યાન ધરે, પોપટ મુખે “રામરામ” બેલે, માછલા ને કાચબા પાણીમાં સ્નાન કર્યા કરે, બાળક માત્ર દુધજ પીએ, ગધેડા શરીર ઉપર રાખ લગાડે, સર્પ પવનને જ આહાર કરે, પતંગીઆ દીવાની શિખામાં પડીને બળી મરે, ભેડ-બોકડા વૃક્ષના (તૃણુના) મૂળી ખાય, પશુઓ શરીરપર જુદા જુદા ચટાપટા પાડે અને ગાડર ( ઘેટા ) આખા શરીરને મુંડાવે, વધારે શું વાત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44