Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 8
________________ સુષ્ટિવડે શોધીને તેને અંશ પણ ધ્યાનમાં લઈ લે. એવી રીતે આત્મસ્વરૂપને હદયમાં ધારણ કરીને પરમ પવિત્ર એવા હે ચિદાનંદસ્વરૂપી પ્યારા ! અનુભવરસનું પાન કરી લે. ૬ આયકે અચાનક કૃતાંત ગહેશે તોહે, તિહાં તે ખાઈ લેઉ દુસરે ન દેવેગે; ધરમ વિના તે ઓર સકળ કુટુંબ મિલી, જાનકે પરેતાં' કઈ સુપને ન જેવેગે. ઉલટક સલામ કે સખાઈ વિના અંત સમે, નેણમાંહિ નીર ભર ભર અતિ રોગે જાન કે જગત એસ શાની ન મગન હોત, અંબ ખાવા ચાહે તે તે બાઉલ ન વેગે. ૭ અર્થ–હે ભવ્ય! તને અચાનક કાળ આવીને પકડશે ત્યારે તારે સખાઈ–તારું રક્ષણ કરનાર ધર્મ વિના બીજું કોઈ થશે નહીં. તારૂં બધું કુટુંબ તે તે વખતે મળીને જ્યારે તને પરભવમાં ગયા જાણશે ત્યારે પછી સ્વપ્નમાં પણ તને સંભારશે નહીં. અંતસમયે એક (જુહાર)મિત્ર (ધર્મ) વિના તું આંખમાં પાણી લાવી લાવીને અત્યંત રૂદન કરીશ. આ પ્રમાણે જગતનું સ્વરૂપ જાણીને જ્ઞાની મનુષ્ય તેમાં મગ્ન થતા નથી. કેમકે કેરી ખાવાની ઈચ્છાવાળે મનુષ્ય કદિપણ બાવળ વાવતે નથી (આંબેજ વાવે છે). ૭ ૧ પરેતાં-પ્રેત થયેલમરણ પામેલ જાણુને. ૨ લટક સલામવાળો સખાઈ તે (જુહાર)પ્રણામ મિત્ર-ધર્મ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44