Book Title: Chidanandji Krut Savaiya
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 2
________________ નિવેદન. મા સયાઓ એના કત્તની રચેલી બહોંતરી અથ સહિત છપાવતાં તેની સાથે મૂકેલા છે, પરંતુ તે અર્થ સાથે છપાવાની આવશ્યકતા " જણાતાં સંહારાજશ્રી કપૂરવિજયજીની પ્રેરણાથી અર્થ લખવાનો પ્રયાસ શરૂ કર્યો, તેઓ સાહેબે તપાસીને સુધારી આપવાની તસ્દી લીધી, તેને ૫રિણામે તેમજ તેઓ સાહેબના ઉપદેશથી આર્થિક સહાય કરનાર ગૃહસ્થ મળી આવવાથી આ બુક જૈન સમુદાય પાસે રજુ કરવાનું બની શકયું છે. આમાં દાખલ કરેલા (પર) સવૈયાઓ પૈકી ૪૪ સવૈયાઓ સઝાયપ૬ સ્તવનાદિ સંગ્રહમાં ધણા વર્ષ અગાઉ છુપાયેલા છે અને ૮ સવૈયાઓ ઉપદેશમાળાના અથવાળી બુકમાં છપાયેલા છે. કુલ (પર) સવૈયા સજજન સન્મિત્ર નામની બુકમાં છપાયેલા છે તે લીધા છે. તેમાં ફેરફાર એ કર્યો છે કે સજજન સન્મિત્રમાં છેવટે મૂકેલા ઉપદેશ માળાની બુ સ્વાળા ૮ સવૈયા મધ્યમાં મૂકવા જેવા અને ૪૪ સયામાં ૪૩-૪૪ મા સવૈયા છેવટે મૂકવા જેવા જ સ્થાવાથી તે સવૈયા ૨૯ થી ૩૬ ના અંક તરીકે મૂક્યા છે. એમ પ્રથમ ૭ ને પ્રાંતે ૧૬ કુલ ૨૩ સવૈયા એકત્રીશા (૩૧ અક્ષરના અકેક પવાળા તે ૧૬ ને ૧૫ અક્ષરના બે વિભાગવાળા ) છે અને મધ્યના ૨૯ સવૈયા ત્રેવીશા (૨૪ અક્ષરના એક પદવાળા અને ૧૨ ને ૧૧ અક્ષરના બે વિભાગવાળા) છે. કુલ (૫૨) સવૈયા છે. આ સવૈયાઓ એવી અસરકારક ભાષામાં લખાયેલા છે કે તે લક્ષપૂર્વક વાંચતાં જરૂર આત્મ સ્વરૂપનું થાડે યા વરો અશે ભાન કરાવે તેવા છે. તેની વધારે વ્યાખ્યા અહીં શું કરીએ ? બુક માત્ર ૪૦ પૃષ્ટની છે તેથી તે સાઘત વાંચવાનું ધ્યાનમાં લેશે, પ્રાંતે એજ કર્તાના કહેલા હિતશિક્ષાના ૪૧ દુહા પણ સ્થળ મળવાથી દાખલ કર્યા છે તે પશુ અવશ્ય વાંચવા ભલામણ છે. આશા છે કે આ બુકના વાંચન મનનથી વાચા લેખકને પ્રેરકની ધારણુા સફળ કરશે. તથાસ્તુ ! કાત્તિક શુદિ ૧ તે કુંવરજી આણ દજી સ. ૧૯૮૮ ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 44