Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 230
________________ પોતે રડી પડ્યા. ત્યાર પછી કાકાએ પોષણના અભાવે બાળકની આંખ ન જાય એ માટે બાળકોને ખવડાવવા માટે સુખડી કરી અને ગામેગામ જઈ વહેંચવાનો અંધત્વનિવારણનો કાર્યક્રમ ઉપાડ્યો. ઈ. સ. ૧૯૮૪થી ૨૦૦૪ સુધીમાં જૈન યુવક સંઘ તરફથી દાતાઓના દાનથી ચિખોદરાની ‘રવિશંકર મહારાજ' આંખની હૉસ્પિટલ દ્વારા ગુજરાતમાં કેટલાંયે સ્થળે નેત્રયજ્ઞ થયા છે. પહેલી-બીજી વખતના અનુભવથી અમને એમ થયું કે નેત્રયજ્ઞમાં અવશ્ય જવું અને ગરીબ દર્દીઓ માટે થતી મફત આંખની શસ્ત્રક્રિયા જાતે નિહાળવી. ગુજરાતની ગરીબીનો એથી વાસ્તવિક ખ્યાલ મળે છે. કેટલાયે ગરીબ દર્દીઓ પાસે નેત્રયજ્ઞ સુધી આવવાનું બેચાર રૂપિયા જેટલું પણ બસભાડું ન હોય. એટલે આ નેત્રયજ્ઞોમાં અમે ગરીબોને બીજી પણ સહાય કરતા. દોશીકાકાના જુદી જુદી સંસ્થાઓ ત૨ફથી થતા નેત્રયજ્ઞો આખું વરસ ચાલતા હોય એટલે અમે અમારા નેત્રયજ્ઞની તારીખ ત્રણ મહિના અગાઉ નક્કી કરી લેતા. અમારા સંઘની સમિતિમાં સાત-આઠ સભ્યો એવા છે કે જે અવશ્ય નેત્રયજ્ઞમાં આવે. વળી આરંભથી જ કાકાને ખાતરી થઈ હતી કે જ્યાં નેત્રયજ્ઞ હોય ત્યાં નજીકમાં જે કોઈ તીર્થં હોય એની અમે યાત્રા કરતા. એટલે આ બાવીસ વર્ષ દરમિયાન સંઘ દ્વારા સિત્તેર જેટલા નેત્રયજ્ઞ યોજાયા હશે અને એટલી જ અમે તીર્થયાત્રા કરી હશે. દોશીકાકા સાથે આવે અને પહેલેથી પુછાવે કે આ વખતે તમારે યાત્રા કરવા કઈ બાજુ જવું છે ? દોશીકાકા એટલે આંખનું મોબાઇલ દવાખાનું. મેં કેટલીયે વાર જોયું છે કે અમે ચાલ્યા જતા હોઈએ ત્યાં સામેથી આવતો કોઈક માણસ કહે, “દોશીકાકા, રામરામ.' કાકા ઓળખે નહિ, પણ વાત કરવા પ્રેમથી ઊભા રહે. ત્યાં આવનાર વ્યક્તિ કહે, ‘કાકા, મારી આંખ જોઈ આપોને, મોતિયો તો નથી આવતોને ?” કાકા એમ ન કહે કે ભાઈ અત્યારે ટાઇમ નથી. દવાખાને બતાવવા આવજે.' તેઓ તરત થેલીમાંથી બૅટરી કાઢે અને બિલોરી કાચ કાઢે. પેલાની બંને આંખ વારાફરતી પહોળી કરી, ટૉર્ચ મારીને અને જરૂર પડે તો કાચનો ઉપયોગ કરીને જુએ અને સંતોષકારક જવાબ આપે. આવું કામ ક૨વામાં કાકાને ક્યારેય મોડું ન થાય. કાકાને મન દર્દી એટલે દરિદ્રનારાયણ. કાકાએ હજારો માણસોની આંખ રસ્તામાં જ બરાબર ધ્યાનથી જોઈ આપી હશે. કોઈ વાર એવું બને કે આંખ જોયા પછી કાકા કહે, “ભાઈ, તમારી આંખ મશીનમાં જોવી પડશે. દવાખાને આવજો.' અમે યુવક સંઘના આઠ-દસ સભ્યો નેત્રયજ્ઞ માટે જ્યારે ચિખોદરા જઈએ ત્યારે કોઈકને આંખ બતાવવાની હોય, નંબર કઢાવવાનો હોય તો કાકા દવાખાનામાં ૧૭૮ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344