Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 327
________________ ઘણાના તો ખર્ચાઈ ગયા હતા. બીજા ઘણાયના ચોરાઈ ગયા હતા. કૉલેજના વિદ્યાર્થીઓનાં ખિસ્સાં તપાસાય તે યોગ્ય ન ગણાય, પરંતુ લશ્કરી શિસ્ત પ્રમાણે તેમાં કશું અયોગ્ય પણ ન મનાય. કેડેટોને ખરાબ ન લાગે એટલા માટે મેં કહ્યું કે ખુદ સી.એસ.એમ.નાં અને સાર્જન્ટનાં ખિસ્સાં પણ તપાસવામાં આવશે. સી.એસ.એમ. અને સાર્જન્ટોને બોલાવીને ખાનગીમાં કહી દીધું હતું કે ચોરને પકડવા માટે આ નાટક કરવું પડશે. મેં સી.એસ.એમ.નાં ખિસ્સાં તપાસ્યાં. પછી સી.એસ.એમ. અને ત્રણે સાર્જન્ટોનાં ખિસ્સાં તપાસવાનો તેમજ ત્રણે સાર્જન્ટોને પોતપોતાના પ્લેટૂનના કૅડેટોનાં ખિસ્સાં તપાસવાનો હુકમ કર્યો. ત્યાં તો ઉત્સાહી અને જબરા કૉર્પોરલ બારશીએ વગર હુકમે પોતાના સેક્શનના કૅડેટોનાં ખિસ્સાં તપાસવાનું શરૂ કર્યું. મને એનું આ દોઢ ડહાપણ ગમ્યું નહિ, કારણ કે કૉર્પોરલ બારશી વિના કારણ કેડેટોને બહુ દબડાવ્યા કરે છે એવી ફરિયાદ તો હતી જ. મેં ત૨ત બારશીને પોતાની જગ્યાએ ઊભા રહેવા માટે કડક અવાજે આજ્ઞા કરી. વળી મેં કહ્યું, ફક્ત સી.એસ.એમ. અને સાર્જન્ટો જ બધા કૉર્પોરલ, લાન્સ કૉર્પોરલ તથા કૅડેટોનાં ખિસ્સાં તપાસશે, બીજા કોઈ નહિ.' તપાસ ચાલુ થઈ એટલામાં કૉર્પોરલ બારશી લાઇન તોડી મને કશુંક કહેવા માટે આવતો જણાયો. પરંતુ શિસ્ત ખાતર મેં તેને પોતાની જગ્યાએ જ ઊભા રહેવા માટે સૂચના કરી. જેના ઉ૫૨ ઘણો વહેમ હતો તે કૅડેટ ફર્નાન્ડિઝનો વારો આવ્યો, પરંતુ એની પાસેથી પાંચ-સાત રૂપિયા જેટલી રકમથી વધુ કશું નીકળ્યું નહિ. લગભગ ઘણાખરાનાં ખિસ્સાં તપાસાઈ જવા આવ્યાં હતાં. કૉર્પોરલ બા૨શીનો વારો આવ્યો. તે પોતાના સાર્જન્ટ સાથે રકઝક કરવા લાગ્યો પરંતુ બારશી પ્રત્યે હું પક્ષપાત કરું છું તેવું કૅડેટોને ન લાગે તે માટે મેં ફરીથી આજ્ઞા કરી કે બધા સાર્જન્ટોએ કૉર્પોરલ અને લાન્સ કૉર્પોરલનાં ખિસ્સાં પણ બરાબર તપાસવાં અને સ્સિાં તપાસતાં જ બારશીનું મોઢું પડી ગયું. એના ખિસ્સામાંથી કાઢેલા પાકિટમાં ઘણી બધી નોટો હતી. એટલે તે લઈને સાર્જન્ટ તરત મારી પાસે આવ્યો. બધાની સમક્ષ પૈસા ગણી જોયા. છસો સિત્તેર જેટલા રૂપિયા નીકળ્યા. બા૨શીએ જાતજાતનાં બહાનાં કાઢવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે માત્ર બહાનાં જ હતાં. ફર્નાન્ડિઝને બોલાવી દબડાવ્યો તો એણે કબૂલ કરી દીધું કે કેન્ટીનમાં પૈસા બારશી ચૂકવતો હતો. જુગાર રમવા માટે બા૨શી જ આગ્રહ કરતો. તંબુમાં જઈ બારશીની કિટબૅગ તપાસતાં તેમાંથી બીજા કૅડેટોની કેટલીક વસ્તુઓ મળી આવી. વળી દારૂની એક બાટલી પણ તેમાંથી નીકળી. બા૨શી ચોર હતો એ તો હવે પુરવાર થઈ ગયું. પકડાઈ જતાં બા૨શીનો ચહેરો ઉગ્ર બનવા કૉર્પોરલ બારશી ૨૭૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344