Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 332
________________ આપ્યું. સેમિનારમાં ભાગ લીધો. ‘અખિલ ભારતીય તિરુકુરલ સંશોધન કેન્દ્ર'ની સ્થાપના થઈ. રમણભાઈની ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ. યુરોપ અને સિંગાપોરનો પ્રવાસ. ૧૯૭૧ આચાર્ય બુદ્ધિસાગરજીએ સ્થાપેલી સંસ્થા અધ્યાત્મપ્રસાદક મંડળના પ્રમુખ તરીકે વરણી. ૧૯૭૨ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ સંચાલિત પર્યુષણ વ્યાખ્યાનમાળાના પ્રમુખ તરીકે પસંદગી. ‘એવરેસ્ટના આરોહણ’ની બીજી આવૃત્તિ પ્રગટ થઈ. ૧૯૭૩ ૧૪મી ડિસેમ્બર – તારાબહેનના પિતાશ્રી શ્રી દીપચંદભાઈ ત્રિ. શાહનો સ્વર્ગવાસ. ૧૯૭૪ ભગવાન મહાવીરના પચીસોમા નિર્વાણ મહોત્સવ નિમિત્તે પૂર્વ આફ્રિકામાં કેનિયામાં મોમ્બાસા સંઘના આમંત્રણથી વ્યાખ્યાનો આપવા તારાબહેન સાથે ગયા. કેનિયાનાં મહત્ત્વનાં શહેરો નાયરોબી, થીમ, એલ્ડીરેટ, કિસુમુ ઉપરાંત ટાન્ઝાનિયામાં દારેસલામ, ટાંગા વગેરે સ્થળે જૈનધર્મ, ભગવાન મહાવી૨ ૫૨ વક્તવ્યો આપ્યાં. Jainism and Shraman Bhagawan Mahavir પુસ્તક પ્રગટ થયું. ઈથોપિયાનો પ્રવાસ ૧૯૭૫ પૂ. માતુશ્રી રેવાબાનો સ્વર્ગવાસ. પોષ સુદ ૭ વિ. સં. ૨૦૨૧. ૧૯૭૬ શ્રી લંકાનો પ્રવાસ. નરસિંહ પૂર્વેનું સાહિત્ય' જાન્યુઆરી ૧૯૭૬ જૈનધર્મ બીજી આવૃત્તિ – પરિચય ટ્રસ્ટ જૈનધર્મ – મરાઠી આવૃત્તિ પરિચય ટ્રસ્ટ — Jain Education International ૧૯૭૭ ચિ. શૈલજા ઇન્ટર આર્ટ્સની પ્લામાં મુંબઈ યુનિવર્સિટીમાં પહેલી આવી. મહાવીર જૈન વિદ્યાલય યોજિત જૈન સાહિત્ય સમારોહ’ પહેલો કે. કા. શાસ્ત્રીના પ્રમુખપદે મુંબઈમાં યોજાયો, આયોજન રમણભાઈએ કર્યું. ઓસ્ટ્રેલિયા – સીડનીમાં P.E.N.ની ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં ભારતના પ્રતિનિધિ તરીકે ગયા. વક્તવ્ય આપ્યું. હોંગકોંગ, સીંગાપોર ગયા. U.K.માં ચંદરિયા ફાઉન્ડેશનના અધ્યક્ષ શ્રી દેવચંદભાઈ ચંદરિયાના આમંત્રણથી યુ.કે.માં જૈનધર્મ અને ગુજરાતી સાહિત્ય ૫૨ વ્યાખ્યાનો આપવા તારાબહેન અને પુત્રી શૈલજા સાથે બે મહિના માટે ગયા. U.K. ઉપરાંત યુરોપમાં જુદે જુદે સ્થળે વ્યાખ્યાનો આપ્યાં. સાથે સાથે ફ્રાન્સ, ઇટલી, ઓસ્ટ્રિયા, નેધરલેન્ડ, બેલ્જિમ, સ્વિટ્ઝર્લેન્ડ વગેરે દેશોનો પ્રવાસ કર્યો. - ૨૭૬ ચરિત્રદર્શન For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344