Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 290
________________ પણ હોવી જ જોઈએ. બ્રિગેડિયરે આ રમત માટે દસ જણ પસંદ કર્યા. એમાં અમે પાંચ તો એન.સી.સી. ઓફિસરો હતા. અમને દસે જણને એક હારમાં ઊભા રાખવામાં આવ્યા. અમે બધા આ રમતથી અપરિચિત હતા. બ્રિગેડિયરે પછી એક ખુરશી મંગાવી. પોતાની સામે તે મુકાવી. મદદ માટે બીજા એક ઓફિસરને બોલાવી લીધા. પછી બ્રિગેડિયરે કહ્યું, “એક પછી એક ઓફિસર આવે. ખુરશીમાં બેસે. ખુરશીમાંથી પોતે ઓફિસરને બે હાથે અધ્ધર ઊંચકશે. ઑફિસરે ત્યારે પોતાના બે પગની આંટી બ્રિગેડિયરની કમરે ભરાવી દેવાની. કેટલું વજન છે તેનું બ્રિગેડિયર મનમાં અનુમાન કરી લેશે. જેમનો વારો આવી જાય તે તે ઑફિસરો એક બાજુ હારબંધ પ્રેક્ષકો સામે ઊભા રહેશે. છેલ્લા ઓફિસરનો વારો આવી જાય તે પછી તેઓ બધાનું એક સાથે વજન કહેશે. બ્રિગેડિયરની આ રમત જોવા સૌ ઉત્સુક બની ગયા હતા. રમત ચાલુ થઈ. એક પછી એક ઓફિસર ખુરશીમાં બેસે. બ્રિગેડિયર વાંકા વળી પોતાના બે હાથ વડે તેને ઊંચકી લે અને પછી તેને બીજી બાજુ મૂકી દે. દસે ઓફિસરોનો વારો એ રીતે પૂરો થયો. પ્રેક્ષકો સામે અમે બધા હારબંધ ઊભા રહ્યા. ત્યાર પછી બ્રિગેડિયરે કહ્યું, “Ladies and gentlemen ! My game is judging the weight. Now you will see whether they are all weighed or not.' પછી એમણે અમને ઓફિસરોને કહ્યું, “Officer, now please about turn.” અમે બધા એબાઉટ ટર્ન થયા એ થતાં જ સભામાં બધા ખડખડાટ હસી પડ્યા. શું થયું તેની ખબર પડી નહિ, પણ બ્રિગેડિયર કહ્યું, ‘Ladies and gentlemen, do you see that they are all weighed (wet) ?' બધા જ ખડખડાટ હસતાં બોલી ઊઠ્યા, “Yes, they are all wet.' અમને પણ આ મજાકભરી રમતનું રહસ્ય તરત સમજાઈ ગયું. અમારા બધાનાં પેન્ટ પાછળથી ભીનાં થયાં હતાં. રમતનો ભેદ પણ ખુલ્લો પડી ગયો. બ્રિગેડિયરની રમત Judging the weight નહોતી, Judging the wet હતી. પ્રત્યેક ઑફિસર ખુરશી પર બેસવા જાય તે પહેલાં બ્રિગેડિયરનો સાથીદાર ઓફિસર એક બાટલીમાંથી થોડુંક પાણી ખુરશી પર એવી રીતે રેડી દેતો કે બીજાને દેખાય નહિ. બેસનાર ઓફિસરનું કપડું ભીનું થાય, પણ યુનિફોર્મનું કાપડ જાડું હોવાથી અને રમતમાં ધ્યાન હોવાથી કોઈને તરત ખબર ન પડે બ્રિગેડિયર દારૂવાલાની આ મજાકભરી રમતે મહેફીલમાં હસાહસનું ૨૩૮ નિ ચરિત્રદર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344