Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 291
________________ વાતાવ૨ણ જમાવી દીધું. મનોરંજનનો કાર્યક્રમ તો સરસ હતો પણ રાતના બે વાગી ગયા હતા. થાકેલા અને વહેલાં સૂવા ટેવાયેલા અમારામાંના બે-એક ઑફિસરો બગાસાં ખાતાં એક ખૂણામાં બેસી ગયા હતા. ક્યારે કાર્યક્રમ પૂરો થાય અને ક્યારે છૂટીએ એની રાહ જોવાતી હતી. પરંતુ કાર્યક્રમ પૂરો થવાનાં કોઈ ચિહ્નો જણાતાં નહોતાં. એક લશ્કરી ઑફિસ૨ આગળ આ ઉજાગરાની ચીડ અમારામાંના એકે વ્યક્ત કરી ત્યારે પોતાનો પ્રતિભાવ જણાવતાં એમણે કહ્યું, યુદ્ધમોરચે દુશ્મનની ગોળીઓ તમારા ૫૨ છૂટતી હોય ત્યારે ઊંઘ તો ચાર ચાર દિવસ સુધી ક્યાંય ભાગી જાય. લશ્કરના સૈનિકોને તો એવી તાલીમ હોવી જોઈએ. આ ઉજાગરો તો કંઈ જ નથી.’ ત્યાર પછી બીજી એક રમત અમને એવી રમાડવામાં આવી કે જેમાં બધા ઑફિસરોના અને મહેમાનોના બંને પગે ફુલાવેલા ફુગ્ગા બાંધવામાં આવ્યા. દરેકે પોતાના ફુગ્ગાને બચાવવાનો અને બીજાનો ફુગ્ગો પોતાના પગથી ફોડી નાખવાનો પ્રયત્ન કરવાનો હતો. જેના ફુગ્ગા ફૂટી જાય તે આઉટ થાય. એમ કરતાં છેવટે જેના ફુગ્ગા બચે તે વિજયી થાય. સિસોટી વાગી કે તરત ધમાલભરી રમત ચાલુ થઈ. ફુગ્ગા ફૂટવાના અવાજો ફટાફટ આવવા લાગ્યા. ખુદ બ્રિગેડિયરે પણ એમાં ભાગ લીધો. એટલું જ નહિ આ રમતનું ઇનામ તેઓ જીતી ગયા. અમારો મનોરંજનનો કાર્યક્રમ તો રાતના ચાર વાગ્યા સુધી ચાલ્યા કર્યો. પરંતુ લશ્કરી શિસ્ત પ્રમાણે કોઈથી ખસાય નહિ. બ્રિગેડિયરે જાહેરાત કરતાં કહ્યું કે ‘સાડા ચારે આપણો કાર્યક્રમ પૂરો કરીશું.’ એ સાંભળી અમને રાહત થઈ. ગમ્મતભરી બીજી કેટલીક રમતો ચાલી. બરાબર સાડાચારના ટકોરે બ્રિગેડિયરે ઊભા થઈ ઘંટનાદ કરી, બધાને શાંત થવા કહ્યું. પછી તેઓ બોલ્યા, મારા વહાલા ઑફિસરો, આપણો આ કાર્યક્રમ પૂરો થાય છે. મારે હવે એક બહુ સરસ જાહેરાત કરવાની છે. બોલો, હું શી જાહેરાત કરવાનો હોઈશ ?” આવતી કાલની છુટ્ટીની જાહેરાત.' અમારામાંથી ઘણાખરા હર્ષભેર બોલ્યા. બ્રિગેડિયરે કહ્યું, ‘તમારું અનુમાન એક રીતે ખોટું નથી. આવી મહેફિલ પછી રજા મળવી જોઈએ. હું જાણું છું કે ઇન્સ્પેક્શનના ઘણા દિવસની તૈયારીનો તમને થાક લાગ્યો હશે. વળી આજની આખી રાતનો તમને ઉજાગરો થયો હશે. તમારી સાથે બે દિવસથી આખો વખત મેં પણ કામ કર્યું છે. ગઈ કાલની અને આજની આ આખી રાત હું અને કર્નલ પ્રેમચંદ જાગ્યા છીએ. પણ મારે હવે જાહેરાત એ ક૨વાની છે કે આજે હવે રજાનો દિવસ નથી, કામનો દિવસ છે. પરેડનો દિવસ છે. હાથ-મોં ધોઈને તથા પરેડનો ડ્રેસ પહેરીને તૈયાર થવા માટે અડધો કલાકનો બ્રિગેડિયર દારૂવાલા ૨૩૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344