Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 323
________________ રૅન્ક માટે સારા છોકરાઓ મળે તો કંપનીની કામગીરી અને પ્રગતિ માટે જોવાનું ન રહે. કૅમ્પમાં પહેલે દિવસે સાંજે બારશી મારી પાસે આવ્યો. બોલ્યો, સર, તમે મને પાંચ રૂપિયા ઉછીના આપી શકશો ? મારે થોડી ખરીદી કરવી છે. મારા મિત્ર પાસેથી મારા પૈસા આવી જશે એટલે હું તમને તરત પાછા આપી જઈશ.' મેં પાંચ રૂપિયા આપ્યા. બીજે દિવસે સાંજે નિશ્ચિત સમયે બારશી વચન પ્રમાણે પાંચ રૂપિયા બરાબર પાછા આપી ગયો. એની નિયમિતતા અને નિષ્ઠાની સારી છાપ પડી. બારશીએ પોતાના ખર્ચે યુનિફૉર્મ કરાવ્યો તે પરથી લાગ્યું કે કદાચ તે સુખી ઘ૨નો હશે. પરંતુ એના વિસ્તારના પરિચિત એક કૅડેટ દ્વારા જાણવા મળ્યું કે બારશી તદ્દન સાધારણ સ્થિતિનો છે. તે જાતે ખ્રિસ્તી છે. તેની મા મુસલમાન છે. તેના પિતા મોટર મિકેનિક તરીકે નોકરી કરતા હતા. થોડા સમય પહેલાં ગુજરી ગયા છે. એની મા સાધારણ નોકરી કરે છે. પરાની એક નાનકડી ઓરડીમાં તે રહે છે; આવી સ્થિતિ છતાં બારશીએ ગાંઠના પૈસા ખર્ચીને પોતાના માપ પ્રમાણે નવો યુનિફૉર્મ કરાવ્યો તે પરથી એન.સી.સી. માટે તેનો ઉત્સાહ કેટલો બધો છે તે અમને સમજાયું. ત્રીજે દિવસે સાંજે બારશી મળવા આવ્યો. વળતો દિવસ રવિવારનો હતો. સવારની પરેડમાંથી એને છુટ્ટી જોઈતી હતી. શહેરમાં ખ્રિસ્તી દેવળમાં જઈ તે સવારના ‘માસ'માં હાજર રહેવા ઇચ્છતો હતો. તેની સાથે બીજા કેટલાક ખ્રિસ્તી કૅડેટો પણ હતા. બધાને છુટ્ટી અપાઈ. બારશીની ધર્મશ્રદ્ધા ગમી ગઈ. શહે૨માં એણે બધા મિત્રોને મીઠાઈ ખવરાવી એ જાણીને પણ આનંદ થયો. સ્થિતિ સાધારણ હોવા છતાં બારશી ઉદાર જણાયો. કૅમ્પમાં કૅડેટોને લશ્કરી તાલીમ આપવાનું કામ જોરશોરથી ચાલવા લાગ્યું. જુદી જુદી કંપનીઓ વચ્ચે સ્પર્ધાઓ થવા લાગી. પરંતુ સાથે સાથે આવા કૅમ્પોમાં જેમ સામાન્ય રીતે બને છે તેમ નાસિકના અમારા એ કૅમ્પમાં પણ બનવા લાગ્યું. કેડેટોના પૈસાની અને ચીજવસ્તુઓની ઘણી ચોરી થવા લાગી. ખુલ્લા તંબુઓમાં તાળા-કૂંચી વગરનો કૅડેટોનો સામાન બિસ્તરો અને કિટબૅગ) હોય. એટલે ચોરી કરવી સહેલી અને પકડવી અઘરી. કોઈ પણ કિટબૅગ એની દોરી છોડીને ગમે ત્યારે ખોલી શકાય. કોઈની વૉટર બૉટલ, કોઈનો કમ્મરપટ્ટો, કોઈના કેનવાસના જોડા તો કોઈની માથે પહેરાવની ટોપી (બેરી) ચોરાઈ જાય તો બહુ ખબર ન પડે, કારણ કે આ બધી વસ્તુઓ બધાની એકસરખી જ હોય. કોઈએ પોતાની કંઈ નિશાની કરી હોય કે નામ લખ્યું હોય તો પારખી શકાય, તે સિવાય નહિ. આવી ચોરી કૉર્પોરલ બારશી ૨૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344