Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 319
________________ વળી એમણે અમારા કંપની-કમાન્ડરને સૂચના કરી કે “આન્નાદેને બોલાવી લાવવા માટે સંદેશો મોકલો. આજે તે આપણી સાથે - બધા ઓફિસરોની સાથે ડિનર લેશે !' સંદેશો મળતાં આન્નાદે યુનિફોર્મ પહેરીને આવ્યો. મેજર જનરલને સલામ કરી. મેજર જનરલે એની સાથે હાથ મિલાવી ખુશી વ્યક્ત કરી. આન્દ્રાના અનુભવની વાતો થઈ. સમય થયો એટલે અમારી સાથે ડિનરમાં તે જોડાયો. એક કેડેટને મેજર જનરલના હાથે મળેલું આ માન લકરની દૃષ્ટિએ જેવુંતેવું ન ગણાય. આદ્રાદેએ પણ એથી બહુ ધન્યતા અનુભવી. મુંબઈ જતાં માની તબિયતની સતત ચિંતા, પાછાં ફરતાં આખી રાતનો ઉજાગરો, પ્રવાસનો થાક, કેમ્પમાં પહોંચવા માટેની ચિંતા, માર્ગનો શ્રમ, સ્પર્ધામાં પ્રથમ આવવા માટે વાપરેલી તાકાત અને સાંજનું ભારે ભોજન છતાં આન્નાદેની આંખોમાં ઊંઘ નહોતી. પરિશ્રમ સફળ થયાના સંતોષની, સિદ્ધિ હાંસલ કર્યાના આનંદની, મેજર જનરલની બાજુમાં બેસી ભોજન લીધાના ગૌરવની વિશિષ્ટ તાઝગીભરી ચમક એના ચહેરા ઉપર વરતાતી હતી. કેડેટ આન્નાદે ક ૨૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344