Book Title: Charitra Darshan
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 279
________________ છે એ જાણીને આનંદ થયો હતો. કેટલાય શ્રીમંતોનો અને રમતગમતના ક્ષેત્રની નામાંકિત વ્યક્તિઓનો નિવૃત્તિકાળ ક્લબ અને પાર્ટીઓમાં વીતતો હોય છે. જેણે જાતે ગરીબી વેઠી ન હોય તેવી વ્યક્તિને ગરીબોની યાતનાઓનો વાસ્તવિક ખ્યાલ ઓછો આવે છે. ક્યારેક તો વિચાર સુધ્ધાં પણ આવતો નથી. વિજયભાઈ પાસે એમનાં સેવાકાર્યની થોડીક ઝલક સાંભળીને એમના પ્રત્યે બહુ આદર થયો. તેઓ પોતાની ઓફિસમાં પોતાનું કામ કરતા જાય અને અમારી સાથે વાતનો દોર પણ ચાલુ રાખે. ટેબલ પર આવતા-જતા કાગળો અને ફાઈલો ઉપર નજર ફેરવતા જાય અને પોતાના અનુભવો વર્ણવતા જાય. વાંચવા માટે બેતાળાં ચમાં જોઈએ અને વાતચીત કરવા માટે ચશમાંની જરૂર રહે નહિ. એટલે કાં તો ઘડીએ ઘડીએ ચશમાં ઉતારવાં પડે અથવા બાયફોકલ ચશમાં પહેરવાં પડે. વિજયભાઈ એવા ચશમાં પહેરતા કે જેમાં નીચેના અર્ધા ભાગમાં વાંચવા માટેનો કાચ હોય અને ઉપરનો અર્ધો ભાગ ખાલી હોય એટલે તેઓ જ્યારે ટેબલ પર બેસીને કામ કરતા અમારી સાથે વાત કરતા હોય ત્યારે ચશમાંની ફ્રેમમાંથી ઉપરના અડધા ખાલી ભાગમાંથી નરી આંખે નિહાળતા. એમની એ લાક્ષણિક મુદ્રા ચિરાંકિત બની ગઈ હતી. વિજયભાઈ નેશનલ એસોસિએશન ફોર બ્લાઈન્ડ નામની સંસ્થામાં પ્રમુખ હતા. એમની ભલામણથી અમારા સંઘના ઉપક્રમે અંધ અને અપંગ લોકોને આર્થિક રીતે પગભર બનવા માટે સ્ટોલ, ટેલિફોન બૂથ, સીવવાના સંચા વગેરે આપવાની યોજના હાથ ધરવામાં આવી હતી. એ યોજના માટે પર્યુષણ વ્યાખ્યાનમાળામાં વિજયભાઈના પ્રેરક ઉદ્દબોધન પછી અમને દાતાઓ તરફથી અમારી અપેક્ષા કરતાં ઘણોબધો સારો સહકાર મળ્યો હતો. ત્યાર પછી એ યોજનાનુસાર જ્યારે પણ અંધ કે અપંગ વ્યક્તિને સ્ટોલ કે ટેલિફોન બૂથ કરાવી આપવાનો પ્રસંગ આવે ત્યારે વિજયભાઈ તે માટે ખાસ કાર્યક્રમ ગોઠવતા અને દાતાઓને હાથે તેનું ઉદ્ઘાટન કરાવતા. એવા ઘણાબધા કાર્યક્રમોમાં સંઘના હોદ્દેદારો અને અન્ય સભ્યો વિજયભાઈને મળતા. આવા કાર્યક્રમો વખતે વિજયભાઈનો આનંદ સમાતો નહોતો. એમના વ્યક્તિત્વ અને વક્તવ્યમાંથી એ સ્પષ્ટ જણાઈ આવતું. એક મિશનરીની ઢબે એમણે આ કામ ઉપાડ્યું હતું. ગરીબો માટેની યોજનાઓ વિશે વિચારણા કરવા માટે વિજયભાઈને મળવા માટે મુંબઈમાં ચર્ચગેટ ખાતે સી.સી.આઈ. ક્લબમાં મિટિંગ ગોઠવાતી. વિજયભાઈએ ‘નાસિઓહ' નામની સંસ્થાની સ્થાપનામાં સક્રિય કાર્ય કર્યું. ચેમ્બરમાં આવેલી એ સંસ્થાની મુલાકાત લેવા માટે વિજયભાઈએ અમારા સંઘને નિમંત્રણ આપ્યું હતું. અપંગોને તાલીમ આપી સ્વાશ્રયી અને પગભર કરવા માટેની આ એક પ્રતિષ્ઠિત વિજય મરચન્ટ ૨૨૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344