Book Title: Charitavali athva Katha Sangraha Part 02 Author(s): Sushil Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 5
________________ ( ૨ ). થે, ઔદાર્ય, વૈર્ય, પોપકાર અને લેક વિરૂદ્ધને ત્યાગ એજ ધર્મ છે. એકે કહ્યું- “શ્રુતિઓમાં કહેલે અગ્નિહોત્રાદિક ધર્મ તે જ ધર્મ છે. એકે કહ્યું- “કુળક્રમાગત ચાલ્યો આવેલા ધર્મ તેજ છે, એકે કહ્યું. “ ધર્મ કે અધર્મ પ્રત્યક્ષ દેખાતા ન હોવાથી આકાશકમળની પેઠે તે છેજ નહીં આ પ્રમાણે ધર્મના સંબંધમાં તેમને બાદ કરતાં જેને જ્ઞાનવાનમાં શિરોમણી નરવર્મા રાજા ચિત્તમાં ચિંતવવા લા-દાક્ષિણ્યતાદિવડે ધર્મ હોવાનો સંભવ નથી, કેમકે તે તે સતપુનું આચરણ છે, કૃતિમાં કહેલ ધર્મ પણ ધર્મ જણાતું નથી, કેમકે તે હિંસાદિકવડે દુષિત છે. કુળકમાગત ઘર્મ પણ ધર્મ સંભવેનહીં, કેમકે તેમ હોય તે પછી ધર્મ રહિતજ કઈ ન કહેવાય, અને નાસ્તિકોનું કહેવું તે મિથ્યાજ છે. કેમકે ધર્મ અધર્મ બંને ન હોય તે આ જગતમાં વિચિત્રતા દેખાય છે તે શેની દેખાય? માટે આ બધા કહે છે તે તો વાસ્તવિક ધર્મ જણાતા નથી, ધર્મતે સર્વ ઉપાધિથી વિશુદ્ધ હવે જોઈએ તે ધર્મ કર્યો છે?” આ પ્રમાણે વિચારે છે તેવામાં પ્રતિહારે આવીને રાજાને વિજ્ઞપ્તિ કરી આપને બાળ મિત્ર મદનદત્ત ઘણે વર્ષે અહીં આવેલ છે અને તે આપને મળવા ઇચ્છે છે.” રાજાએ તેને પ્રવેશ કરવાની આજ્ઞા આપી એટલે તેણે અંદર આવી રાજાને નમસ્કાર કર્યો. રાજા તેને આલિંગન દઈને મળ્યો. પછી તેણે પૂછયું- હે મિત્ર ! આટલા વખત સુધી તમે ક્યાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 126