Book Title: Chandralekhavijayprakaranam
Author(s): Devchandramuni, Pradyumnasuri
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre
View full book text
________________
VII
ઘટે છે.
હવે, સંસ્કૃતનાટ્યના નિષ્ણાતો “ચંદ્રલેખાવિજય'ના વસ્તુસંવિધાનનું યોગ્ય વિવેચન કરે એવી અપેક્ષા રહે છે.
ગુજરાતના નાટ્યસાહિત્યના અમૂલ્ય વારસાને જાળવવા અને તેને ફરી ચેતનવંતો કરવા સૂઝબૂઝવાળાઓએ જૈન સમાજમાં જાગૃતિ પ્રગટાવવી જોઈએ, અને એ મધ્યકાલીન નાટકો ભજવાઈને આજના સાહિત્યરસિકો સુધી પહોંચાડવા માટે એક માતબર ટ્રસ્ટ રચવું જોઈએ. “સંસ્કૃત રંગમૂ” તરફથી મારા મિત્ર ભાઈ ગોવર્ધન પંચાલે “પ્રબુદ્ધરૌહિણેય ભજવીને – તે માટે ગુજરાતમાંથી કશો પુરસ્કાર ન મળ્યો તો પણ ભારે પુરુષાર્થ કરી ભજવીને, એક મંગળ પ્રારંભ કર્યો છે. હવે “ચંદ્રલેખાવિજય-પ્રકરણમ્ સમગ્ર નહીં તો તેના ચૂંટેલા અંશોને રંગમંચ ઉપર પ્રસ્તુત કરવા માટે જૈન સાંસ્કૃતિક પરંપરાના હિતચિંતકોએ વહેલી તકે આયોજન કરવું ઘટે.
-હરિવલ્લભ ભાયાણી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org