Book Title: Buddhiprabha 1964 02 SrNo 52 Author(s): Gunvant Shah Publisher: Gunvant Shah View full book textPage 6
________________ સમાજ,કાગ ને અધ્યાત્મને સ્પર્શતા ગુરુદેવ ના જ પત્રો અમદાવાદ, અષાડ સુદી એકમ, ૧૯૬૮ સુશ્રાવક કાપડીયા, યોગ્ય ધર્મલાભ, તમારે પત્ર મળ્યો, વાંચી બીના જાણી. જમાનાને અનુસરી જનાએ પ્રગતિ કરી તેમજ જૈન ધર્મના ફેલાવા માટે અનેક ઉપાયો કરવા એ તેમની ખરી ફરજ છે. જૈનોએ આ શાંતિના જમાનારૂપ સોનેરી તક ખોવી જોઇએ નહિ. અને જે આ સોનેરી તક પામીને પ્રગતિને બદલે અવગતિના માર્ગ તરફ પ્રવૃત્તિ કરવામાં આવશે તે પોતાની ભૂલનું અશુભ પરિણામ તેઓએ ભોગવવું પડશે અને ભવિષ્યની જૈન પ્રજાને શ્રાપના તેઓએ ભેગા થવું પડશે. પ્રવૃત્તિ માર્ગમાં પ્રવૃત્તિ કરતાં જે જે વિદને આવે તે સર્વને મારી હઠાવવાં જોઈએ. આપણા સવિચારો અને આપણું સદ્વર્તન, આપણી ચારે. બાજુએ એવા શુભ સંયોગે ઉત્પન્ન કરે છે કે જેથી આપણાથી બીજા માણસનું કલ્યાણ કરી શકાય છે. માનસિક, વાચિક અને કાયિક શક્તિઓને ખીલવવાની શુભ કેળવણીને આવકાર આપીને આપણે સ્વાશ્રયી બનવું જોઈએ. પરાશ્રયી ભિક્ષાની ઈચછા ન કરતાં સ્વાશ્રયી બનીને આપણે દુનિયાની ઉન્નતિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. શ્રી જેનાગોમાં કહેલા સદ્દવિચારોને ફેલાવવા માટે આપણે કટીબદ્ધ થવું જોઈએ તે જ જેને પર ઝઝુમી રહેલાં કલેશનાં વાદળે અંતે વિખરાશે. તે માટે આપણે સંપના માર્ગમાં આગળ વધવા આત્મભોગ આપવો જોઈએ, જે આપણા વિચારો સારા છે અને તેથી જગતનું કલ્યાણ થવાનું છે એમ નિશ્ચય થતો હોય તો સત્ય વિચારોને ફેલા કરવા આપણે કેમ આ કરવું જોઈએ? આપણે જેને ધર્મની ભવિષ્યમાં ઉન્નતિની આશા, ર્તમાન કાળના આપણુ ઉદ્યમ પર આધાર રાખે છે. સુવિચાર ગમે ત્યાં, ગમે તેવા મનુષ્યોમાં અમુક યોગ્યતાયે પ્રકટી શકે છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 64