Book Title: Buddhiprabha 1964 02 SrNo 52
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 4
________________ સંપાદકીય જ્યારે જ્યારે ધર્મ અને સંસ્કૃતિ તેના ઉન્નત શિખરેથી, ઘેડ કે વધુ ગબડયા છે ત્યારે ત્યારે સાહિત્યે; એ બંનેના હાથ ઝાલીને, તેમને તેમના સ્થાને રિથર કર્યો છે. એક સમય એવો હતો કે જૈન શ્રમણે તેમજ શ્રાવકોએ, સાહિત્યના માધ્યમ વડે ભારતીય સંસ્કૃતિ અને આર્યધર્મને ઉજ્જવળ બનાવ્યો હતો. તે સમયે અનેક કથાઓ, રાસાઓ, ચરિત્રો, વિદ્વત્તાભર્યા અધ્યયન થે લખાયાં હતાં. અને હોંશભેર વંચાયા પણ હતા. આજે પણ શ્રીપાળનો રાસ, ભીમસેન ચરિત્ર કે એવું બીજું કંઈ સાહિત્ય વાંચતા કે સાંભળતા જીવન ઉદર્વગામી બને છે. પરંતુ કોણ જાણે કેમ આજે સાહિત્ય સર્જનાની એ પરંપરા અટકી ગઇ છે. આપણે સાહિત્ય પ્રત્યે ઉપેક્ષા કરીને ઉદાસ બની ગયા છે. એ દિશામાં પ્રયાસ જ નથી થતા તેવું મારું કહેવું નથી. પરંતુ જે પ્રયાસ થાય છે તે પૂરત નથી થતો તેમજ ઈતર સાહિત્ય ને છતર જનતામાં માંગ મૂકાવે તેવો પ્રયાસ થતો નથી. ભારતીય સંસ્કૃતિ અને આર્ય ધર્મ આજ જડવાદ ને પક્ષવાદમાં પીસાઈ રહ્યાં છે ત્યારે સાહિત્યનું એ કર્તવ્ય છે કે તેમના સંસ્કૃતિ અને ધર્મના ) હાથ ઝાલીને, એ પીસાતી ચીસોને શાંત કરે. જેના તમામ સાહિત્ય સર્જકોને મારે અનુરોધ છે કે તેઓ આપણી પૂર્વ પરંપરાને શોભે તેવું સત્વશીલ અને સૌન્દર્યશાલીન એવું સાહિત્ય સર્જન બુદ્ધિપ્રભા” તમ સૌને એવી સાહિત્ય કૃત્રિએ પછી તે વાર્તા–પત્ર-વિવેચનજીવન પ્રસંગ-પ્રવાસ જે હેય તે લખી મોકલવાનું નિમંત્રણ આપે છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 64