Book Title: Buddhiprabha 1964 02 SrNo 52
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 56
________________ ૫૪] - બુધિપ્રભા (તા. ૧૦-૨-૧૯૬૪ આમ તે આ ઉછામણીની શરૂઆત જ ભવ્ય ને ઉદાર એવા રે. ૫૧,૦૦૧ ના શુભ આંકડાઓથી થઈ હતી. આ આંકડાને વધારી, જૈન શાસનની શોભા વધારનાર બીજા પણ ઉદાર, ધર્મપ્રેમી જન સંતાન હતા. આંકડા તે એટલા જલ્દી ને જગી વધી રહ્યા હતા કે ઘડી તે ખૂદ લક્ષમી પણ મોંમાં આંગળી ઘાલી ગઈ હશે! એકાવન હજારને આંકડે તો માત્ર ગણત્રીની જ પળોમાં ભૂલાઈ ગયો હતો. પંચેતેર હજાર એક, એકયાશી હજાર એક, પચ્યાશી હજાર એક, એકાણું હજાર એક એમ એક આંકડે વધતા, જુના આંકડા જાણે શરમાતા હતા. છેલ્લા આંકડે તે જાણે મેદની જામ થઇ ગઈ હતી. જોકે હવે તો આનંદને જાણે મહેરામણ ઊછળતા હતા. ત્યાં તો એ આંકડો પણ શરમાઈ ગયો. શેઠશ્રીએ એક લાખ એક હજાર ને એક અગીયારને આદેશ માંગ્યો. બધા એક જ જાણે ભેગા થઈ ગયા. પણ પેલુ મોટું મીંડ એ બધાની બેઠકમાં શરમાતું હતું. સંધના મોવડીઓએ શેઠને એ મીંડુ કાઢી નાખવા વિનંતી કરી. . અને એ મીંડુ તે પણ કેવી જગાનું ? પહેલા એકડા પછીનું બીજું જ મીઠું ! ને ત્યાર પછી બીજા ચાર એકડા હતા ! એક મીંડામાંથી એક કરતાં એક હજાર બનતાં હતાં. અને ઉદાર શેઠે મૈડાના હજાર પણ વધાવી લીધા. હવે તો એકડાની જાણે જમાત જામી ગઈ. રૂા. ૧,૧૧,૧૧૧ !! છ એકડાની જાણે પ્રીમ જામી ગઈ !!! એ છ એકડા, એ છઠને દિવસ, એ ઉછામણીની છનાન, બધું જ વરસો સુધી યાદ રહેશે. જિન મંદિરો એ જૈન સંસ્કૃતિ તેમજ ભારતીય સંસ્કૃતિના બેનમૂન પ્રતિક છે. તેમાં કળા છે, સાધના છે, સંસ્કાર છે, ઉદારતા છે ને લેક હૈયાની તેમાં ભાવના પણ છે. ખરેખર શેઠશ્રી સવાઈલાલ કેશવલાલે એ ઉદાર રકમની ઉછામણી બોલીને જૈન શાસનને વધુ પ્રભાવિત કર્યું છે. અમે તે એટલું જ ઈચ્છીએ કે તેમની જે, બેનમૂન ને કલાત્મક એવું જિનાલય જેવાની ભાવના છે તે નૂતન જિનાલયમાં પૂરી થાય.

Loading...

Page Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64