Book Title: Buddhiprabha 1964 02 SrNo 52
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 60
________________ શતાબ્દીના સંસ્મરણે. (કુકરવાડા) કોઈ પણ સંસ્થા કે સંધ જ્યારે સે વરસની બને છે ત્યારે એ સંસ્થા કે સંઘના સભ્યો તેમજ તેના કાર્યકર્તાઓ માટે એ ગૌરવ અને આનંદને પ્રસંગ બની જાય છે. તેને આંકડે જ એટલે બધે શુકનવંતે છે કે ત્યાં સુધી જે કોઈ પહેચે તેને આનંદ અને ઉમંગથી વધાવી લેવામાં આવે છે. * ઉત્તર ગુજરાતમાં આવેલા કુકરવાડા ગામના ભ. આદિનાથના દેરાસરની પ્રતિષ્ઠા વગેરે થયાને મહા સુદ દસમના રોજ બરાબર સે વરસ પૂરા થયા. એ દિવસે કુકરવાડાના જૈન સંઘે એક શતાબ્દિ સપ્તાહ જે કાર્યક્રમ રાખે. તા. ૧૬-૧-૬૪ના દિવસે, સ્વ. યોગનિષ્ઠ આચાર્ય ભગવાન શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર શિષ્ય રત્ન શાંતમૂર્તિ પરમ પૂજ્ય આચાર્ય દેવેશ શ્રીમદ્ કીર્તિસાગરસૂરીશ્વરજી મ.ના શિષ્ય રત્ન, પરમ પૂજ્ય ન્યાસ પ્રવર શ્રી મહેદય સાગરજી ગણિવર્ય, વ્યાખ્યાન વાચસ્પતિ પન્યાસ પ્રવર જી સુધસાગરજી ગણિવર્ય, મુનિરાજ શ્રી દુર્લભસાગરજી, શ્રી મનહરસાગરજી મ. સા, શ્રી જસવંતસાગરજી મ. સા. શ્રી સુદર્શનસાગરજી મ. સા. આદિ શ્રમણ ગવે તેનું સંધે ઠાઠમાઠથી સ્વાગત કરી આ શતાબ્દિ મહોત્સવનું મંગલાચરણ આ પ્રસંગે અંતરાય કર્મ નિવારણ પૂજા, નવપદજીની પૂજા, નવ્વાણું પ્રકારી પૂજા, કુંભસ્થાપન, પંચદયાણુક - પૂજ, અભિષેક, નવગ્રહ પૂજન, યાત્રાને શાનદાર વરઘોડે અને શાંતિનાત્ર વ. ની ઉજવણી કરવામાં આવી હતી. ના ધાર્મિક અનુષ્ઠાન કરાવવા માટે, અત્યારના ચાલુ “બુદ્ધિપ્રભા’ ના આવા તંત્રી તેમજ જૈન અધ્યયનના કુશાસ્ત્ર પતિ તેમજ વિશુદ્ધ ક્રિયાવિધિ સુશ્રાવક પંડિત છબીલદાસ કેસરીચંદ સંધવી તેમજ તેમના સુપુત્ર શ્રી યશવંતભાઈ પધાર્યા હતા. પૂજામાં તેમ જ ભાવનામાં પાલનપુરવાળા મા સંગીતકાર શ્રી હરજીવનદાસ હકમીચંદભાઈએ સાજ અને સુરીલા કંદથી આ પ્રસંગને ખૂબ જ યાદગાર બનાવ્યા હતા.

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64