Book Title: Buddhiprabha 1964 02 SrNo 52
Author(s): Gunvant Shah
Publisher: Gunvant Shah

View full book text
Previous | Next

Page 52
________________ ૫૦ ] બુદ્ધિપ્રભા તા. ૧૭-ર-૧૯૬૪ કલકત્તા શહેરને આપણે ભારતનું લંડન તેમજ ન્યુકં કહીએ તે તેમાં અતિશયોક્તિ નહિ ગણાય. આ શહેરમાં, તે જ શહેરની વસ્તી કેટલી અને દૂર દૂરના દેશોમાંથી આવીને, કલકત્તાને પોતાનું વતન બનાવીને રહેનારી વરતી કેટલી એની મોજણી કરવી એ લગભગ આજ અશક્ય જેવું બની ગયું છે. ભારતના દૂર દૂરના ગામડાઓમાંથી પોતાના ભાગ્યને અજમાવવા કંઈક ગુજરાતીઓ આ શહેરમાં આવીને વસ્યાં છે. સૌરાષ્ટ્રમાં આવેલું પ્રાચીન ઘોઘા બંદર આજ તે એ ભવ્ય ઇતિહાસનું માત્ર ખંડેર જ રહ્યું છે. એ બંદર તૂટતાં કંઈક જણાએ ત્યાંથી ગામતરૂં કરી પરદેશ વેઠયો છે. શેઠ પરમાનંદ રતનજી તેમજ શેઠ કેશવલાલ રતનજી આ બે ભાઈઓએ પણ એ આસમાની સુલતાની આફત સામે પિતાનું જીવન નાવ ઝુકાવ્યું હતું.. શરૂમાં તો તેઓ મુંબઈ આવીને વસ્યા. ઘાટકોપરમાં રહ્યા. ભાગ્ય આડે પાંદડું ફરી ગયું. પરદેશની સફર વિજયી બની. તેમને ધંધે વધતો જ ગમે. સાહસ ન કરે તે ગુજરાતી બ શાને ? અને તેમાંય વેપારી લેહ, એ ચેનથી બેસે જ શાનું? શેઠ મુંબઈ છોડી કલકત્તા ગયા. ત્યાં પણ ભાગ્ય તેમની પડખે જ રહ્યું. અને જોત જોતામાં તો કલકત્તાની એ પ્રથમ હરોળમાં ઉભા રહેવા લાગ્યા. આ શેઠીયાઓએ લક્ષ્મીને સિદ્ધ કરી હતી એટલું જ નહિ, ઉદારતાને પણ તેમણે પોતાની બનાવી હતી. તિજોરી તેમની સદાય ઉઘાડ બંધ થયા જ કરતી હતી. એવા ઉદાર, ધર્મપ્રેમી, સાહસિક પિતાનું સંતાન પણ તેવું જ નીકળે અને તેમને ય વટાવી જાય એવા સાહસને પ્રામાણિકતાથી જીવન જીવે ત્યારે સહેજે કહેવાઈ જાય કે “ધન્ય છે એ સંતાનને “ધન્ય છે એના માત-પિતાને !' શેઠ કેશવલાલ રતનજીના પુત્ર શ્રી સવાઈલાલ એવી જ બેવડી ધન્યતાને પાત્ર છે. અમે જ્યારે તેમની મુલાકાત લીધી હતી ત્યારે તેઓશ્રીએ તેમની અંતરની વાત કહેતા કહ્યું હતું -“મારામાં આજે જે ધર્માનુરાગ છે, વીતરાગ પ્રત્યેની જે અડગ શ્રદ્ધા છે, તે મને મારા માતુશ્રી અજવાળીબાઈ તરફથી મળેલાં સંસ્કાર છે. અને આજે હું જે કઈ ફુલની પાંખડી જેવું કંઈ પુણ્ય કાર્ય કરું છું તે

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64