Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 5
________________ બૃહત્કલ્પસૂત્ર”: પ્રાસ્તાવિક [ો ५. “साधूनामनुग्रहाय चतुर्दशपर्वधरेण भगवता भद्रबाहुस्वामिना कल्पसूत्रं व्यवहासूत्रं चाकारि, उभयोरपि च सूत्रस्पशिकनियुक्तिः।" बृहत्कल्पपीटिका मलयगिरिकृत टीका, पत्र २. ६. " इह श्रीमदावश्यकादिसिद्धान्तप्रतिबद्धनियुक्तिशास्त्रसंसूत्रणसूत्रधारः...श्रीभद्रबाहुस्वामी ......कल्पनामधेयमध्ययनं नियुक्तियुक्तं नियूंढवान् ।" बृहत्कल्पपीठिका श्रीक्षेमकीर्तिसूरिअनुसन्घिता टीका, पत्र १७७. અહીં જે છ શાસ્ત્રીય ઉલ્લેખો આપવામાં આવ્યા છે એ બધાય પ્રાચીન માન્ય આચાર્યવરોના છે. અને એ “નિર્યુકિતકાર ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભદ્રબાહુ સ્વામી છે” એ માન્યતાને ટેકો આપે છે. આ ઉલ્લેખોમાં સૌથી પ્રાચીન ઉલ્લેખ આચાર્ય શ્રી શીલાંકને છે, જે વિક્રષ્ની આઠમી શતાબ્દીના ઉત્તરાર્ધને અથવા નવમી શતાબ્દીના આરંભને છે. આ કરતાં પ્રાચીન ઉલ્લેખ, ખંતપૂર્વક તપાસ કરવા છતાં, અમારી નજરે આવી શક્યો નથી. ઉપર નોંધેલ છ ઉલ્લેખો પૈકી આચાર્ય શ્રી શાન્તિસૂરિને ઉલ્લેખ બાદ કરતાં બાકીના બધાય ઉલ્લેખોમાં સામાન્ય રીતે એટલી જ હકીકત છે કે, “નિર્યુકિતકાર ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુવામી છે હતા પણ શ્રી શાન્તાચાર્યના ઉલ્લેખમાં એટલી વિશેષ હકીકત છે કે-“પ્રસ્તુત (ઉત્તરાધ્યયનસૂત્રની) નિયુકિતમાં કેટલાંક ઉદાહરણો અર્વાચીન અર્થાત ચતુર્દશપૂર્વધર નિયંતિકાર ભગવાન ભદ્રબાહુવામી કરતાં પાછળના સમયમાં થયેલા મહાપુરુષોને લગતાં છે, માટે “એ કઈ બીજાનાં કહેલાં–ઉમેરેલાં છે' એવી શંકા ન લાવવી. કારણ કે. ભગવાન ભદ્રબાહસ્વામી ચતુર્દશપર્વવિદ શ્રત કેવળી હોઈ ત્રણે કાળના પદાર્થોને સાક્ષાત જાણી શકે છે. એટલે એ ઉદાહરણો કઈ બીજાનાં ઉમેરેલાં છે એવી શંકા કેમ થઈ શકે ?” નિર્યુક્તિ આદિમાં આવતી વિધાસ્પદ બાબતોને રદિયો આપવા માટેની જે કોઈ મજબૂતમાં મજબૂત દલીલ કહો કે શાસ્ત્રીય પ્રમાણ કહો તો તે આ એક શ્રી શાત્યાચાર્યે આપેલ સમાધાન છે. અત્યારે મોટે ભાગે દરેક જણ માત્ર આ એક દલીલને અનુસરીને જ સંતોષ માની લે છે. પરંતુ ધાન આપનાર પૂજ્ય શ્રી શાન્તિસૂરિ પોતે જ ખરે પ્રસંગે ઊંડા વિચારમાં પડી ઘડીભર કેવા ભી જાય છે ? અને પોતે આપેલ સમાધાન ખામીવાળું ભાસતાં કેવા વિકલ્પ કરે છે, એ આપણે આગળ ઉપર જોઈશું. ઉપર છ વિભાગમાં આપેલ ઉલ્લેખોને અંગે અમારે અહીં આ કરતાં વિશેષ કાંઈ જ ચર્ચવાનું નથી; જે કાંઈ કહેવાનું છે તે આગળ ઉપર પ્રસંગે પ્રસંગે કહેવામાં આવશે. હવે અમે ઉપરોક્ત અર્થાત “નિર્યુક્તિકાર ચતુર્દશપૂર્વવિદ્દ ભદ્રબાહુ સ્વામી છે” એ માન્યતાને બાધિત કરનાર પ્રમાણેને ઉલ્લેખ કરી તે પછી તેને લગતી યોગ્ય ચર્ચા રજૂ કરીશું. १. (क) मूढणइयं सुयं कालियं तुण या समोयरंति इहं । अपुहुत्ते समायारो, नत्थि पुहुत्ते समायारो ॥ ७६२ ॥ जावंति अज्जवारा, अपुहुत्तं कालियाणुप्रोगे य । तेणारेण पुहुत्तं, कालियसुय दिट्ठिवाए य ॥ ७६३ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45