Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 11
________________ બૃહકલ્પસૂત્ર': પ્રાસ્તાવિક [ ૭૭ ફેરફાર કરે એ સા હોઈ શકે, પણ તેને બદલે તે મૂળ ગ્રંથકારના જમાનાઓ પછી બનેલી ઘટનાઓને કે તેવી કોઈ બીજી બાબતોને મૂળ ગ્રંથમાં નવેસર ઘુસાડી દે એથી એ ગ્રંથનું મૌલિકપણું, ગૌરવ કે પ્રામાણિકતા જળવાય ખરાં ? આપણે નિર્વિવાદપણે કબૂલ કરવું જોઈએ કે મૂળ ગ્રંથમાં એવો નવો ઉમેરે ક્યારેય પણ વાસ્તવિક તેમ જ માન્ય ન કરી શકાય. કોઈ પણ સ્થવિર મહર્ષિ એવો અણઘટતો ઉમેરે મૂળ ગ્રંથમાં ન જ કરે અને જે કંઈ કરે તો તેવા ઉમેરાને તે જ જમાનાના સ્થવિરે મંજૂર ન જ રાખે. અને તેમ બને તો તેની મૌલિકતામાં જરૂર ઊણપ આવે. અહીં પ્રસંગવશાત્ અમે એક વાત સ્પષ્ટ કરી લઈએ છીએ કે ચર્તુદશપૂર્વધર ભગવાન ભદ્રબાહુના જમાનાના નિર્યુક્તિગ્રંથને આર્ય રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાય અને આર્ય રક્ષિતના યુગમાં વ્યવસ્થિત કરાયેલ નિર્યુક્તિચંને તે પછીના જમાનામાં વ્યવસ્થિત કરવામાં આવે એટલું જ નહિ, પણ એ નિયુક્તિગ્રંથમાં ઉત્તરોત્તર ગાડાં ને ગાડાં ભરીને વધારે ઘટાડો કરવામાં આવે, આ જાતની કલ્પનાઓ અમને જરાય યુક્તિસંગત લાગતી નથી. કેઈ પણ મૌલિક ગ્રંથમાં આવા ફેરફારો કર્યા પછી એ ગ્રંથને મૂળ પુરુષના નામથી પ્રસિદ્ધ કરવામાં ખરે જ એના પ્રણેતા મૂળ પુરુષની તેમ જ તે પછીના રવિરોની પ્રામાણિકતા દૂષિત જ થાય છે : ઉપર જણાવવામાં આવ્યું તે સિવાય નિયું ક્તિગ્રન્થમાં ત્રણ બાબતો એવી છે કે જે નિયુક્તિકાર ચર્તુદશપૂર્વધર હોવાની માન્યતા ધરાવતાં આપણને અટકાવે છે : ૧. ઉત્તરાર્થનસૂત્રમાં અકોમમરણીય નામના અધ્યયનમાં નીચે પ્રમાણેની નિયુક્તિ ગાથા છે: सव्वे एए दारा, मरणविभत्तीइ वणिया कमसो । सगलणिउणे पयत्थे, जिण चउदसपुव्वि भासंति ॥ २३३ ॥ અર્થાત–ભરણવિભક્તિને લગતાં બધાં દ્વારને અનુક્રમે વર્ણવ્યાં, (પરંતુ) પદાર્થોને સંપૂર્ણ અને વિશદ રીતે જિન એટલે કેવળજ્ઞાની અને ચર્તુદશપૂવી (જ) કહે છે-કહી શકે છે, આ ગાથામાં એમ કહેવામાં આવ્યું છે કે—“પદાર્થોને સંપૂર્ણ અને વિશદ રીતે કેવળજ્ઞાની અને ચૌદપૂર્વધર જ કહે છે;” જે નિર્યુક્તિકાર પતે ચૌદપૂર્વી હોય તો ગાથામાં “વરુદ્રસપુત્રી ” એમ ન લખે. શ્રીમાન શાત્યાચાર્યું પરીષહાધ્યયનના અંતમાં જણાવ્યું છે કે–“ભગવાન ભદ્રબાહુસ્વામી ચતુર્દશપર્વવિદ્ ગ્રુતકેવલી હોઈ ત્રણે કાળના પદાર્થોને સાક્ષાત જાણી શકે છે માટે અર્વાચીન ઉદાહરણો જોઈ એને માટે બીજાનાં કરેલાં હશે એમ શંકા ન કરવી,” પરંતુ આ પ્રમાણે સમાધાન આપનાર પૂજ્યશ્રી શાન્તાચાર્યને ઉપરોક્ત ગાથાની ટીકા કરતાં ઘડીભર વિચારમગ્ન થવા સાથે કેવું મૂંઝાવું પડયું છે, એ આપણે નીચે આપેલા એમની ટીકાના અંશને ધ્યાનમાં લેતાં સમજી શકીએ છીએ सम्प्रत्यतिगम्भीरतामागमस्य दर्शयन्नात्मौद्धत्यपरिहारायाह भगवान् नियुक्तिकारः सव्वे एए दारा० गाथाव्याख्या--' सर्वाणि 'अशेषाणि एतानि 'अनन्तरमुपदर्शितानि 'द्वाराणि' अर्थप्रतिपादनमुखानि मरणविभक्तेः 'मरणविभकत्यपरनाम्नाऽस्यैवाध्ययनस्य वणितानि' प्ररूपितानि मयेति शेषः, 'कमसा' त्ति प्राग्वत् क्रमतः । आह एवं सकलाऽपि मरणवक्तव्यता उक्ता उत न? इत्याह-सकलाश्च-समस्ता निपुणाश्च-अशेषविशेषकलिताः सकलनिपुणाः तान् पदार्थान् इह प्रशस्तमरणादीन् जिनाश्व-केवलिनः चतुर्दशपूर्विणश्च-प्रभवादयो जिनचतुर्दशपूर्विणा ‘भाषन्ते' व्यक्तमभिदधति, अहं तु मन्दमतित्वान्न तथा वर्णयितुं क्षम इत्यभिप्रायः । स्वयं चतुर्दशपूर्वित्वेऽपि Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45