Book Title: Brihatkalpa Sutra Prastavik Author(s): Punyavijay Publisher: Punyavijayji View full book textPage 1
________________ બૃહત્ક૯પસૂત્ર': પ્રાસ્તાવિક 1 કપ છે ગ્રંથકારને પરિચય પ્રસ્તુત બૃહત્કલ્પસૂત્ર મહાશાસ્ત્ર, જેનું ખરું નામ જ છે, તેના સંપાદન સાથે તેના ઉપરની નિયુકિત, ભાષ્ય અને ટીકાનું સંપાદન કરેલ હોઈ, એ બધાયના પ્રણેતાઓ કોણ છે—હતા, તેને લગતે શક્ય ઐતિહાસિક પરિચય આ નીચે કરાવવામાં આવે છે. છેદસૂત્રકાર અને નિર્યુક્તિકાર જૈન સંપ્રદાયમાં ઘણા પ્રાચીન કાળથી છેદસૂત્રકાર અને નિયંતિકાર તરીકે ચતુર્દશપૂર્વધર સ્થવિર આર્ય ભદ્રબાહુસ્વામી જાણીતા છે. આ માન્યતાને કેટલાયે પ્રાચીન ગ્રંથકારોએ તેમના ગ્રંથમાં જણાવી છે, અને એ જ માન્યતા આજે જૈન સંપ્રદાયમાં સર્વત્ર પ્રચલિત છે. પરંતુ નિયુક્તિ, ચૂર્ણિ વગેરે પ્રાચીનતમ ગ્રન્થનું સૂક્ષ્મ અધ્યયન કરતાં, તેમાંના ઉલ્લેખો તરફ ધ્યાન આપતાં, ઉપરોક્ત રૂઢ સાંપ્રદાયિક માન્યતા બાધિત થાય છે. એટલે આ લેખમાં ઉપર જણાવેલી ચાલુ સાંપ્રદાયિક માન્યતાની, બન્નેય પક્ષનાં સાધકબાધક પ્રમાણે દ્વારા, સમીક્ષા કરવામાં આવે છે. છેદસૂત્રોના પ્રણેતા ચતુર્દશપૂર્વવિદ્દ ભગવાન ભદ્રબાહુસ્વામી છે” એ વિષે કોઈ પણ જાતનો વિસંવાદ નથી. જોકે છેદત્રોમાં તેના આરંભમાં, અંતમાં અગર કોઈ પણ ઠેકાણે ખુદ ગ્રન્થકારે પોતાના કેક બૃહત્ક૯પસૂત્ર'ના, સગત પૂ. મુનિશ્રી ચતુરવિજયજી મહારાજ અને પૂ મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજે સંપાદિત કરેલા છ ગ્રંથે ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ પ્રસિદ્ધ કર્યા છે. છઠ્ઠા ગ્રંથમાંનું આ મહાશાસ્ત્ર વિષેનું, પૂ. મુનિશ્રી પુણ્યવિજ્યજી મહારાજનું પ્રાસ્તાવિક વક્તવ્ય અહીં આપ્યું છે. ૧. દશાશ્રુતસ્કંધ, કલ્પ (બૃહત્કલ્પસૂત્ર), વ્યવહાર, નિશીથ (આચારપ્રકલ્પ), મહાનિશીથ અને પંચકલ્પ–આ છ ગ્રન્થને છેદસૂત્ર” તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તુત લેખમાં છેદસૂત્રકાર સાથે સંબંધ ધરાવનાર પ્રથમનાં ચાર સૂત્રો જ સમજવાનાં છે. ૨. આવશ્યકસૂત્ર, દશવૈકાલિકસુત્ર આદિ શાસ્ત્રો ઉપરની ગાથાબદ્ધ વ્યાખ્યાને નિર્યુકિત તરીકે ઓળખવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 45