________________
૮ ]
જ્ઞાનાંજલિ
यच्चतुर्दश पूर्युपादानं तत् तेषामपि पदस्थानपतितत्वेन शेषमाहात्म्यख्यापनपरमदुष्टमेव, भाष्यगाथा वा द्वारगाथाद्वयादारभ्य लक्ष्यन्त इति प्रेर्यानवकाश एवेति गाथार्थ: ।। २३३ ।। -ઉત્તરાધ્યયન પાયટોા, પત્ર ૨૪૦ |
ઉપરોક્ત ટીકામાં શ્રીમાન શાન્ત્યાચાર્યે એ રીતે સમાધાન કરવા પ્રયત્ન કર્યાં છે— ૧. નિયું - ક્વિકાર પાતે ચૌદપૂર્વી હોવા છતાં “ 'चउदसपुव्वी એમ લખ્યું છે તે ચૌદપૂર્વધરા આપસઆપસમાં અજ્ઞાનની અપેક્ષાએ સ્થાનપતિત અર્થાત્ એછાવત્તી સમજવાળા હાવાથી પોતાથી અધિકનુ માહાત્મ્ય સૂચવવા માટે છે. ૨. અથવા દ્વારગાથાથી લઈ ને અહી સુધીની બધીયે ભાગ્યગાથા હેવી જોઈએ એટલે શંકાને સ્થાન નથી.”
આવું વૈકલ્પિક અને નિરાધાર સમાધાન એ કારેય પણ વાસ્તવિક ન ગણાય. તેમ જ આ સમાધાનને ચૂર્ણિકારના ટેકા પણ નથી. જ્યારે કોઈ પણ સ્થળે વિરોધ જેવુ આવે ત્યારે તેને સ્વેચ્છાથી “ ભાષ્યગાથા છે.” ઇત્યાદિ કહી નિરાધાર સમાધાન આપવાથી કામ ચાલી શકે નહિ, એટલે પૂજ્યશ્રી શાન્તિસૂરિજીના ઉપરોક્ત નિરાધાર અને વૈકલ્પિક સમાધાનને, જેના માટે ખુદ પાતે પણ શકિત છે, માન્ય રાખી શકાય નહિ.
૨. સૂત્રકૃતાંગસૂત્રના બીજા શ્રુતસ્કંધના પહેલા પુંડરીકાધ્યયનમાં પુંડરીક ' પદના નિક્ષેપેાનુ નિરૂપણ કરતાં દ્રનિક્ષેપના જે ત્રણ આદેશને નિર્યુક્તિકારે સંગ્રહ કર્યાં છે, એ બૃહત્કલ્પસૂત્રચૂર્ણિ કારના કહેવા પ્રમાણે સ્થવિર આમંગુ, સ્થવિર આ સમુદ્ર અને સ્થવિર આ સુહસ્તી એ ત્રણ સ્થવિરાની જુદી જુદી ત્રણ માન્યતારૂપ છે. ચૂર્ણિકારે જણાવેલ વાત સાચી હોય—બાધિત હોવા માટેનુ કાઈ પ્રમાણ નથી—તે આપણે એમ માનવુ જોઈએ કે ચતુર્દશપૂર્વવિદ્ ભદ્રબાહુકૃત નિયું - ક્તિપ્રથામાં તેમના પછી થયેલ વિરાના આદેશના અર્થાત્ એમની માન્યતાઓનો ઉલ્લેખ હાઈ જ ન શકે. અને જો એ સ્થવિરાના મતોનો સંગ્રહ નિયુ”ક્તિપ્રથામાં હોય તે એકૃતિ ચતુર્દશપૂર્વ ધર ભદ્રબાહુની નથી પણ કાઈ ખીજા જ સ્થવિરની છે ' એમ કહેવું જોઈ એ. જો પાછળ થયેલ સ્થવિરાની કહેવાતી માન્યતાઓનો સંગ્રહ ચતુર્થાંશપૂર્વધરની કૃતિમાં હોય તે એ માન્યતાએ આમ ગુ આદિ સ્થવિરાની કહેવાય જ નહિ; જો કોઈ આ પ્રમાણે કહેવા પ્રયત્ન કરે તો એ સામે વિરોધ જ ઊભા થાય. અસ્તુ. નિયુક્તિમાં પાછળના સ્થવિરાના ઉપરોક્ત દ્રવ્યનિક્ષેપના ત્રણ આદેશા જોતાં નિયુŚક્તિકાર ચતુર્દશપૂર્વધર ભદ્રબાહુસ્વામી હોવાની માન્યતા બાધિત થાય છે.
૩. ઉપર અમે જે બે પ્રમાણ ટાંકી આવ્યા તે કરતાં ત્રીજું પ્રમાણ વધારે સબળ છે અને એ દશાશ્રુતક’ધની નિક્તિનુ છે. દશાશ્રુતરક ધની નિયુક્તિના પ્રાર ંભમાં નીચે પ્રમાણે ગાથા છે— वंदामि बाहु, पाईण चरिमसगल सुयनाणि । सुत्तस्स कारमिसिं, दसासु कप्पे य ववहारे ॥ १ ॥
१. गणहरथेरकयं वा, आपसा मुक्कुवागरणता वा । धुवचविसेतो वा अंगाऽण गेसु णाणत्तं ॥ १४४ ॥
चूर्णिः - किं च आपसा जहा अज्जमंगू तिविहं संखं इच्छति - एगभवियं बद्धाउयं अभिमुहनामगात्तं च । अज्जसमुद्दा दुविहं - बद्धाउयं अभिमुहनामगात्तं च । अज्ञसुहत्थी एवं - अभिमनामयं इच्छति ॥
कल्पभाष्यगाथा अने चूर्णि ( लिखित प्रति )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org