Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 33
________________ બૃહત્કલ્પસૂત્ર' : પ્રાસ્તાવિક [ ૯૯ “ ઉત્સના સ્થાનમાં એટલે કે ઉત્સર્ગામાના અધિકારી માટે ઉત્સર્ગ એ ઉત્સર્ગ છે અને અપવાદ એ અપવાદ છે. પરંતુ અપવાદના સ્થાનમાં અર્થાત અપવાદમાર્ગના અધિકારી માટે અપવાદ એ ઉત્સ છે અને ઉત્સર્ગ એ અપવાદ છે. આ રીતે ઉત્સ અને અપવાદ પે।તપેાતાના સ્થાન અને પરિસ્થિતિ પરત્વે શ્રેયસ્કર, કા સાધક અને બળવાન છે” ( જુએ ગા॰. ૩૨૩-૨૪) ઉત્સર્ગ -અપવાદની સમતુલાનું આટલું' સૂક્ષ્મ નિદર્શન એ, જૈનદર્શનની મહાન તત્ત્વજ્ઞતા અને અનેકાન્તદનની સિદ્ધિનુ વિશિષ્ટ પ્રતીક છે. ઉત્સર્ગ -અપવાદની સમતુલાનુ નિદન કર્યા પછી તેને એકધારું વ્યાપક અને વિધેય માની લેવું જોઈ એ નહિ, પરંતુ તેમાં સત્યપણું અને વિવેક હાવાં જોઇ એ. એટલા જ માટે ભાષ્યકાર ભગવંતે કહ્યું છે કે~~ ण वि किंचि अण्णायं, पडिसिद्धं वा वि जिणवरिंदेहिं । एसा तेसिं आणा, कज्जे सच्चेण होतव्वं ॥ ३३३० ॥ અર્થાત્—જિનેશ્વરાએ કશાય માટે એકાંત વિધાન કે નિષેધ કર્યા નથી. તેમની આજ્ઞા એટલી જ છે કે કાય પ્રસંગે સત્યદર્શી અર્થાત્ સરળ અને રાગ-દ્વેપરહિત થવુ જોઈ એ. સ્થવિર શ્રીધ દાસગણિએ ઉપદેશમાલાપ્રકરણમાં પણ આ જ આશયની વસ્તુ કહી છે... तम्हा सव्वान्ना, सव्वनिसेहो य पवयणे नत्थि । आयं वयं तुलिज्जा, लाहाकंखि व्त्र वाणियओ ॥ ३९२ ॥ અર્થાત્—જિનાગમમાં કશાય માટે એકાન્ત આજ્ઞા કે એકાન્ત મનાઈ છે જ નહિ, ફક્ત દરેક કાર્ય કરતાં લાભના વિચાર કરનાર વાણિયાની માફક આવક અને ખર્ચની એટલે કે નફા-ટાટાની સરખામણી કરવી. ઉપર જણાવવામાં આવ્યું તે ઉપરથી સમજી શકાશે કે ઉત્સ-અપવાદની મૂળ જીવાદોરી સત્યદર્શિતા છે. જ્યાં એ ચાલી જાય કે તેમાં ઊણપ આવે ત્યાં ઉત્સર્ગી એ ઉત્સ` નથી રહેતેા અને અપવાદ એ અપવાદ પણ નથી રહી શકતા; એટલુ જ નહિ, પરંતુ જીવનમાંથી સત્યને અભાવ થતાં પારમાર્થિક જીવન જેવી કોઈ વસ્તુ જ નથી રહેતી. આચારાંગસૂત્ર થ્રુ. ૧, અ૦૩, ૩૦૩ માં કહેવામાં આવ્યું છે કે, “ પુરિમા ! સજ્જમેવ સમમિઞાળાદ્વિ, સરરસ આાળા" કઠ્ઠિ સે મેહાવી માર તરફ ’-અર્થાત્ હું આત્મન્ ! તું સત્યને બરાબર ઓળખ, સત્યની મર્યાદામાં રહી પ્રયત્ન કરનાર વિદ્વાન જ સંસારને પાર કરે છે.” આના અર્થ એ છે કે, ઉત્સર્ગ--અપવાદસ્વરૂ૫ જિનાજ્ઞા કે જિનપ્રવચનની આરાધના કરનારનું જીવન દણુ જેવુ સ્વચ્છ અને સ્ફટિકની જેમ પારદર્શી હાવુ જોઈ એ. ઉત્સગ અપવાદના ગાંભાને જાણનારે જીવનમાં તલવારની ધાર ઉપર અથવા અજમામાં (જેની બે બાજુ ઊંડી ખાણા આવી હોય તેવા અતિ સાંકડા પહાડી માર્ગમાં ) ચાલવું પડે છે. જીવનના દ્વૈધીભાવ કે સ્વાર્થને અહી જરા જેટલુંય સ્થાન નથી. ઉત્સ-અપવાદના શુદ્ધ સપૂર્ણ જ્ઞાન અને જીવનની એકધારતા, એ બન્નેયને સદા માટે એકસાથે જ ચાલવાનું હોય છે. ઉપર આપણે ઉત્સ-અપવાદના સ્વરૂપ અને મર્યાદા વિષે જે વિચાર્યું અને જાણ્યુ. તે ઉપરથી આ વસ્તુ તરી આવે છે કે, ઉત્સર્ગી માર્ગ જીવનની સબળતા ઉપર ઊભા છે, જયારે અપવાદમા નુ વિધાન વનની નિળતાને આભારી છે. અહીં દરેકને સડજ ભાવે એ પ્રશ્ન થયા વિના નહિ રહે કે, જૈન ગીતા સ્થવિર ભગવાએ અપવાદમાનું વિધાન કરીને માનવજીવનની નિર્બળતાને કેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45