Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 40
________________ ૧૦૬ ] જ્ઞાનાંજલિ ૪. નિગ્રંથનિર્ચથીસંઘમાં દાખલ કરવા યોગ્ય વ્યક્તિઓની યોગ્યતા અને પરીક્ષા, તેમના અધ્યયન, મહાવ્રતોની રક્ષા અને જીવનશુદ્ધિને સાધતી તાવિક ક્રિયાઓ; ૫. નિગ્રંથ નિર્ચથીઓની વિગચ્છ, પરગચ્છ આદિને લક્ષીને પારસ્પરિક મર્યાદાઓ અને ફરજો. આ અને આ જાતની સંખ્યાબંધ બાબતો જૈન આગમમાં અને પ્રસ્તુત મહાશાસ્ત્રમાં ઝીણવટથી છણવામાં આવી છે; એટલું જ નહિ, પણ તે દરેક માટે સૂક્ષ્મણિકા અને ગંભીરતાભર્યા ઉત્સર્ગ અપવાદરૂપે વિધાન પણ કરવામાં આવ્યું છે અને પ્રાયશ્ચિત્તોને નિર્દેશ પણ કરવામાં આવ્યો છે. ઉલ્લંઠમાં ઉલૂંઠ અને પાપીમાં પાપી નિગ્રંથ તરફ પ્રસંગ આવતાં સંઘમહત્તરોએ કેવી રીતે કામ લેવું ? કેવી શિક્ષા કરવી ? અને કેવી રહેમ રાખવી? વગેરે પણ ગંભીરભાવે જણાવવામાં આવ્યું છે. પ્રસ્તુત મહાશાસ્ત્રને સ્થિતપ્રજ્ઞ અને પરિણામિક બુદ્ધિથી અવલોકન કરનાર અને વિચારનાર, જૈન સંઘપુરુષો અને તેમની સંઘબંધારણવિષયક કુશળતા માટે જરૂર આલાદિત થશે એમાં લેશ પણ શંકા નથી. ઉપર નિગ્રંથ નિર્ચથીસંઘના બંધારણ વિષે જે કાંઈ ટૂંકમાં જણાવવામાં આવ્યું છે, એ બધી પ્રકાશયુગની નામશેષ વિગતો છે. એ પ્રકાશયુગ શ્રમણ મહાવીર ભગવાન બાદ અમુક સૈકાઓ સુધી ચાલ્યો છે. એમાં સૌ પહેલાં ભંગાણ પડ્યાનું આપણને સ્થવિર આર્યમહાગિરિ અને સ્થવિર આર્ય સુહસ્તિના યુગમાં જાણવા મળે છે. ભંગાણનું અનુસંધાન તુરત જ થઈ ગયું છે, પરંતુ તે પછી ધીરે ધીરે સૂત્રવાચના આદિ કારણસર અમુક સદીઓ બાદ ઘણું મોટું ભંગાણ પડી ગયું છે. સંભવ છે કે, ઘણી મુશ્કેલી છતાં આ સંધસૂત્ર-સંધબંધારણ ઓછામાં ઓછું, છેવટે ભગવાન શ્રી દેવગિણિ ક્ષમાશ્રમણ આદિ સ્થવરેએ આગમોને પુસ્તકારૂઢ કરવા નિમિત્તે વલભી-વળામાં સંધમેલાપક કર્યો, ત્યાં સુધી કાંઈક નળ્યું હોય (૨); આ પછી તો જૈનસંઘનું આખું બંધારણ છિન્નભિન્ન અને અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આપણને જાણીને આશ્ચર્ય થશે કે, આ માટે ખુદ કલ્પભાષ્યકાર ભગવાન શ્રીસંઘ દાસગણિ ક્ષમાશ્રમણે પણ પિતાના જમાનામાં, જૈન સંઘમાં લગભગ અતિ નાલાયક ઘણું ઘણુ સંઘમહત્તરે ઊભા થવા માટે ફરિયાદ કરી છે. તેઓશ્રીએ જણાવ્યું છે કે – आयरियत्तणतुरितो, पुव्वं सीसत्तणं अकाऊणं। हिंडति चोप्पायरितो, निरंकुसो मत्तहत्थि व ॥ ३७३ ।। અર્થ–પોતે પહેલાં શિષ્ય બન્યા સિવાય (અર્થાત ગુરુકુલવાસમાં રહી ગુસેવાપૂર્વક જૈન આગમોને અભ્યાસ અને યથાર્થ ચારિત્રનું પાલન કર્યા વિના ) આચાર્યપદ લેવાને માટે તલપાપડ થઈ રહેલ સાધુ ( આચાર્ય બન્યા પછી) મદોન્મત્ત હસ્તીની પેઠે નિરંકુશ થઈને ચોખા મૂર્ખ આચાર્ય તરીકે ભટકે છે. ૩૭૩ छन्नालयम्मि काऊण, कुडियं अभिमुहंजली सुढितो। गेरू पुच्छति पसिणं, किन्नु हु सा वागरे किंचि ।। ३७४ ॥ અર્થ–જેમ કોઈ ગેરક પરિવ્રાજક ત્રિદંડ ઉપર કંડિકાને મૂકીને તેના સામે બે હાથ જોડી ઊભે રહી પગે પડીને કાંઈ પ્રશ્ન પૂછે તો તે કુંડિકા કાંઈ જવાબ આપે ખરી ? જેવું આ કંડિકાનું આચાર્યપણું છે તેવું જ ઉપરોક્ત આચાર્યનું આચાર્યપણું છે. ૩૭૪ सीसा वि य तुरंती, आयरिया वि हु लहु पसीयंति । तेण दरसिक्खियाणं, भरिओ लोओ पिसायारणं ॥ ३७५ ।। અર્થ—(ભાનભૂખ્યા) શિષ્ય આચાર્ય આદિ પદ્ધીઓ મેળવવા માટે ઉતાવળા થાય છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45