Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 39
________________ [ ૧૦૫ કે બૃહત્કલ્પસૂત્ર ' ; પ્રાસ્તાવિક એ પણ છે કે નિ'થીસંધની અંગત વ્યવસ્થા માટે તેમને ડગલે ને પગલે પરવશતા ન રહે, તેમ જ દરેક બાબત માટે એકબીજાના સહવાસમાં કે અતિપ્રસંગમાં આવવું ન પડે. અહીં એ વસ્તુ ધ્યાનમાં રહે કે, જૈન સંસ્કૃતિના પ્રણેતાએએ નિગ્રંથસંસ્થા અને નિ થીસંસ્થાને પ્રારંભથી જ અલગ કરી દીધેલ છે અને આજે પણ બંનેય અલગ જ છે. ખાસ કારણે અને નિયત સમયે જ તેમને માટે પરસ્પર મળવાની મર્યાદા બાંધવામાં આવી છે. બ્રહ્મવ્રતની મર્યાદા માટે આ વ્યવસ્થા અતિમહત્ત્વની છે અને આ જાતની મર્યાદા, જગતના ઇતિહાસ જોતાં, જૈન શ્રમણુસંધના મહત્તરાની દીદર્શિતા પ્રત્યે માન પેદા કરે તેવી વસ્તુ છે. આટલું જાણ્યા પછી આપણે એ પણ સમજી લેવુ જોઈ એ કે નિ થસ ંધના મહત્તરાની વ્યવસ્થા જેમ જ્ઞાનક્રિયાત્મક મેાક્ષમાર્ગની આરાધના, રક્ષા અને પાલન માટે કરવામાં આવી છે, તે જ રીતે નિર્ધ્ય થીસંધની મહત્તરિકાએાની વ્યવસ્થા પણ એ જ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. તેમ જ નિ 'થસધ અને સધમત્તા જે રીતે એકબીજાને પાતપોતાની ફરજો માટે જવાબદાર છે, તે જ રીતે નિ થીસંધ અને તેની મહત્તરા પણ પાતપેાતાની ફરજો માટે પરસ્પરને જવાબદાર છે. અહીં એ ધ્યાનમાં રહે કે શ્રમણ વીર-વમાન ભગવાનના સધમાં સ્ત્રીસંધને જે રીતે જવાબદારીભર્યા પૂજ્યસ્થાને વિરાજમાન કરી અનાયાધ જવાબદારી સોંપવામાં આવી છે તેમ જ સ્ત્રીસંધ માટેના નિયમેાનુ જે રીતે નિર્માણુ કરવામાં આવ્યું છે, તે રીતે સ્ત્રીસંસ્થા માટે જગતના કોઈ પણ સંપ્રદાયમાં હાવાનેા ભાગ્યે જ સભવ છે. ઉપર નિગ્રંથ-નિ થીસંધના અગ્રગણ્ય પાંચ સ્થવિર ભગવંતે। અને સ્થવિરાને સંક્ષેપમાં પરિચય કરાવવામાં આવ્યા છે, તેમની ચાગ્યતા અને ફરજો વિષે જૈન આગમામાં ઘણું ઘણું કહેવામાં આવ્યુ છે. એ જ રીતે નિત્ર થ-નિ થીસંધ વિષે અને તેમની યાગ્યતા આદિ વિષે પણ ઘણું ઘણુ કહેવામાં આવ્યું છે. નિ-નિ થીસ’—શ્રમણ ભગવાન મહાવીરના નિથ-નિ થીસંધમાં તે તે યોગ્યતા અને પરિસ્થિતિને લક્ષીને તેમના ઘણા ઘણા વિભાગે પાડવામાં આવ્યા છે. તેમ જ તેમની યોગ્યતા અને પારસ્પરિક કરો વિષે પણ કલ્પનાતીત વસ્તુની વ્યવસ્થા કરવામાં આવી છે. બાલ, વૃદ્ધ, ગ્લાન, તપસ્તી, અધ્યયન-અધ્યાપન કરનારા, વૈયાત સેવા કરનારા, નિથ-નિ થીસધની વિવિધ પ્રકારની સગવડા જાળવવાની પ્રતિજ્ઞા લેનાર આભિપ્રતિક વૈયાત્મક, ગચ્છવાસી, પધારી, પ્રતિમાધારી, ગંભીર, અગંભીર, ગીતા, અગીતા, સહનશીલ, અસહનશીલ વગેરે અનેક પ્રકારના નિત્ર ચે। હતા. ઉપર જણાવ્યા પ્રમાણેના શ્રમણુ મહાવીર ભગવાનના સમસ્ત નિ થ-નિત્ર થીસ`ધ માટે આન્તર અને બાહ્ય જીવનને સ્પર્શતી દરેક નાની-મેટી બાબતે) પ્રસ્તુત મહાશાસ્ત્રમાં અને વ્યવહારસૂત્ર આદિ અન્ય છેદગ્રન્થામાં રજૂ કરવામાં આવી છે; જેમ કે, ૧. ગચ્છ-કુલ–ગણ—સંધના સ્થવિરા-મહત્તરાપદસ્થાની યાગ્યતા, તેમનુ ગૌરવ અને તેમની પેાતાને તેમ જ નિ થ-નિત્ર થીસંધને લગતી અધ્યયન અને આચારવિષયક સારણા, વારણા, નાદનાદિ વિષયક વિવિધ કરજો; ૨. સધમહત્તરાની પારસ્પરિક ક્રો, જવાબદારીએ અને મર્યાદા; ૩. નિ`થ-નિ'થીસંધની વ્યવસ્થા જાળવવા માટે અને ઉપરવટ થઈ મર્યાદા બહાર વર્તનાર સધસ્થવિરાથી લઈ દરેક નિથ-નિગ્રંથીના અપરાધાને વિચાર કરવા માટે સધસમિતિઓની રચના, તેની મર્યાદાઓ-કાયદાએ, સમિતિઓના મહત્તરા, જુદા જુદા અપરાધોને લગતી શિક્ષાએ અને અયેાગ્ય રીતે ન્યાય તેાલનાર અર્થાત્ ન્યાય ભંગ કરનાર સમિતિમહત્તા માટે સામાન્ય શિક્ષાથી લઈ અમુક મુદત સુધી કે સદાને માટે પદભ્રષ્ટ કરવા સુધીની શિક્ષાએ; જ્ઞાનાં, ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45