Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 42
________________ ૧૦૮ ] જ્ઞાનાંજલિ શાસ્ત્રમાંથી પ્રેરણા જાગ્યા વિના નહિ રહે. આ ઉપરાંત બીજી અનેક ખાદ્ય દૃષ્ટિએ પણ આ ગ્રંથ ઉપયાગી છે. એ ઉપયેાગિતાને દર્શાવનાર એવાં તેર પરિશિષ્ટા અમે આ વિભાગને અંતે આપ્યાં છે, જેને પરિચય આ પછી આપવામાં આવશે. આ પરિશિષ્ટાના અવલાકનથી વિવિધ વિદ્યાકળાનુ' તલ સ્પર્શી અધ્યયન કરનારે સમજી જ લેવુ જોઈએ કે પ્રસ્તુત ગ્રંથમાં જ નહિ, દરેક જૈન આગમમાં અથવા સમગ્ર જૈન વાડ્મયમાં આપણી પ્રાચીન સ`સ્કૃતિને લગતી વિપુલ સામગ્રી ભરી પડી છે. અમે અમારાં તેર્ પરિશિષ્ટામાં જે વિસ્તૃત નોંધા અને ઉતારા આપ્યા છે તે કરતાં પણ અનેકગણી સામગ્રી જૈન વાડ્મયમાં ભરી પડી છે, જેને ખ્યાલ પ્રસ્તુત ગ્રંથના દરેકેદરેક વિભાગમાં આપેલી વિષયાનુક્રમણિકા જોવાથી આવી જશે. પરિશિષ્ટાના પરિચય પ્રસ્તુત ગ્રંથને અંતે ગ્રંથના નવનીતરૂપ તેર પરિશિષ્ટા આપ્યાં છે, જેને પરિચય આ નીચે આપવામાં આવે છે: ૧. પ્રથમ પરિશિષ્ટમાં મુદ્રિત કલ્પશાસ્ત્રના છ વિભાગો પૈકી કયા વિભાગમાં કર્યાંથી કાં સુધીનાં પાનાં છે, કયા અર્થાધિકાર ઉદ્દેશ આદિ છે અને ભાષ્યની કઈ ગાથાથી કયાં સુધીની ગાથાઓ છે, એ આપવામાં આવેલ છે, જેથી વિદ્વાન મુનિવ` આદિને પ્રસ્તુત શાસ્ત્રના અધ્યયન, સ્થાનઅન્વેષણ આદિમાં સુગમતા અને અનુકૂળતા રહે. ૨. બીજા પરિશિષ્ટમાં કલ્પ (પ્રા. કલ્પે। ) મૂળશાસ્ત્રનાં સૂત્રેા પૈકી જે સૂત્રેાને નિયુŚક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ કે ટીકામાં જે જે નામથી એાળખાવ્યાં છે, તેની અને તેનાં સ્થળેાના તાંધ આપવામાં આવી છે. ૩. ત્રીજા પરિશિષ્ટમાં આખાય મૂળ કલ્પશાસ્ત્રનાં બધાંય સૂત્રેાનાં નામેાની—જેનાં નામે નિયુક્તિ-ભાષ્યકારાદિએ આપ્યાં નથી તે સુધ્ધાંની—યોગ્યતા વિચારીને ક્રમવાર સળંગ નાંધ આપવામાં આવી છે. તેમ જ સાથે સાથે જે જે સૂત્રેાનાં નામેાનાં અમે ફેરફાર આદિ કરેલ છે તેનાં કારણે વગેરે પણ આપવામાં આવ્યાં છે. ૪. ચેાથા પરિશિષ્ટમાં કલ્પમહાશાસ્ત્રની નિયુક્તિગાથા અને ભાષ્યગાથાએ એકાકાર થઈ જવા છતાં ટીકાકાર આચાર્ય શ્રી ક્ષેમકીર્ત્તિસૂરિએ તે ગાથાને જુદી પાડવા માટે જે પ્રયત્ન કર્યો છે, તેમાં જુદાં જુદાં પ્રયન્તરા અને ચૂર્ણિ, વિશેષરૃ િ લેતાં પરસ્પરમાં કેવી સંવાદિતા અને વિસંવાદિતા છે તેની વિભાગશઃ તેાંધ આપી છે. પ. પાંચમા પરિશિષ્ટમાં કલ્પભાષ્યની ગાથાઓને અકારાદિક્રમ આપ્યા છે. ૬. છઠ્ઠા પરિશિષ્ટમાં ટીકાકાર આચાર્ય શ્રી મલયગિરિ અને શ્રી ક્ષેમકીર્ત્તિસૂરિએ ટીકામાં સ્થાને સ્થાને જે અનેકાનેક શાસ્ત્રીય ઉદ્ધરણા આપ્યાં છે, તેને અકારાક્રિમ, તે તે ગ્રંથેાના યથાપ્રાપ્ત સ્થાનાદિનિર્દેશપૂર્વક આપવામાં આવ્યા છે. "" ૭. સાતમા પરિશિષ્ટમાં ભાષ્યમાં તથા ટીકામાં આવતા લૌકિક ન્યાયેાની નોંધ આપવામાં આવી છે. એ નોંધ, નિયસાગર પ્રેસ તરફથી પ્રસિદ્ધ થયેલ લૌકિકન્યાયાંજલિ જેવા સંગ્રહકારાને ઉપયાગી થાય, એ ષ્ટિએ આપવામાં આવી છે. કેટલીક વાર આવા પ્રાચીન ગ્રંથામાં પ્રસંગેાપાત્ત જે લોકિક ન્યાયેાને ઉલ્લેખ કરવામાં આવ્યા હાય છે, તે ઉપરથી તે તે લૌકિક ન્યાયેા કેટલા પ્રાચીમ Jain Education International For Private & Personal Use Only ,, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45