Book Title: Brihatkalpa Sutra Prastavik
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 43
________________ ‘બૃહ્રકલ્પસૂત્ર' ઃ પ્રાસ્તાવિક [ ૧૦૯ છે તેને ઇતિહાસ મળી જાય છે. તેમ જ તેવા ન્યાયાનુ' વિવેચન પણ આવા ગ્રંથામાંથી પ્રાપ્ત થઈ જાય છે. ૮. આઠમા પરિશિષ્ટમાં વૃત્તિકારોએ વૃત્તિમાં દર્શાવેલા સૂત્ર તથા ભાષ્યવિષયક પાઠભેદોનાં સ્થળેાની નાંધ આપવામાં આવી છે. ૯–૧૦. નવમા દશમા પરિશિષ્ટામાં વૃત્તિકારાએ વૃત્તિમાં ઉલ્લિખિત ગ્રંથ અને ગ્રંથકારાનાં નામેાની યાદી આપવામાં આવી છે. ૧૧. અગિયારમા પરિશિષ્ટમાં કલ્પભાષ્ય, વૃત્તિ, પ્પિણી આદિમાં આવતાં વિશેષનામેાના અકારાદિક્રમથી કાશ આપવામાં આવ્યો છે. ૧૨. બારમા પરિશિષ્ટમાં કલ્પશાસ્ત્રમાં આવતાં અગિયારમા પરિશિષ્ટમાં આપેલાં વિશેષનામેાની વિભાગવાર નોંધ આપવામાં આવી છે. ૧૩. તેરમા પિરિાદ્ધમાં આખા કલ્પમહાશાસ્ત્રમાં આવતા, પુરાતત્ત્વવિદોને ઉપયોગી અનેકવિધ ઉલ્લેખાની વિસ્તૃત નોંધ આપવામાં આવી છે. આ પરિશિષ્ટ અતિઉપયાગી હાઈ એની વિસ્તૃત વિષયાનુક્રમણિકા, ગ્રંથના પ્રારંભમાં આપેલ વિષયાનુક્રમમાં આપવામાં આવી છે. આ પરિશિષ્ટને જોવાથી પુરાતત્ત્વવિદોના ધ્યાનમાં એ વસ્તુ આવી જશે કે જૈન આગમેાના વિસ્તૃત ભાય, ચૂર્ણિ, વિશેષચૂર્ણિ, ટીકા વગેરેમાં તેમને ઉપયેગી થાય તેવી ઐતિહાસિક, ભૌગોલિક, સામાજિક, સાંપ્રદાયિક તેમ જ વિવિધ વિષયને લગતી કેવી અને કેટલી વિપુલ સામગ્રી ભરી પડી છે, અને કથાસાહિત્ય, ભાષાસાહિત્ય આદિને લગતી પણ ઘણી સામગ્રી છે. પ્રસ્તુત પરિશિષ્ટમાં મેં તે માત્ર મારી દૃષ્ટિએ જ અમુક ઉલ્લેખાની તારવણી આપી છે, પરંતુ, હું પુરાતત્ત્વવિદોને ખાતરી આપું છું કે, આ મહાશાસ્રરત્નાકરમાં આ કરતાંય વિપુલ સામગ્રી ભરી પડી છે. અંતમાં ગીતા જૈન મુનિવરશ અને વિદ્વાનેાની સેવામાં પ્રાર્થના છે કે, અમે ગુરુ-શિષ્યે પ્રસ્તુત મહાશાસ્ત્રને સર્વાંગપૂર્ણ બનાવવા કાળજીભર્યાં પ્રયત્ન કર્યાં છે, તે છતાં અમારી સમજની ખામીને લીધે જે જે સ્ખલના થઈ હાય તેની ક્ષમા કરે, સુધારે અને અમને સૂચના પણ આપે. અમે તે તે મહાનુભાવાના સદા માટે ઋણી રહીશુ’. સંવત્ ૨૦૦૮, કાર્ત્તિક શુદ્ધિ ૧૩; બિકાનેર ( રાજસ્થાન ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45